મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપમાંથી બનશે નવા ઉપરાષ્ટ્રપતિ!TDP-JDUએ પણ આપ્યો સાથ;જાણો ક્યારે થશે નિર્ણય

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચે ચૂંટણીને લઇને પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નવા ઉપરાષ્ટ્રપતિન

ભાજપમાંથી બનશે નવા ઉપરાષ્ટ્રપતિ!TDP-JDUએ પણ આપ્યો સાથ;જાણો ક્યારે થશે નિર્ણય

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચે ચૂંટણીને લઇને પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નવા ઉપરાષ્ટ્રપતિને લઇને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી હતી. આ પદને લઇને કેટલાક નામ સામે આવ્યા હતા પરંતુ હવે એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર દેશનો નવો ઉપરાષ્ટ્રપતિ ભારતીય જનતા પાર્ટી (BJP)નો હશે અને તમામ સહયોગી દળ તેમની સાથે છે. જોકે, હજુ સુધી નામને લઇને ખુલાસો થયો નથી.

ભાજપે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી શરૂ કરી

ભાજપે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી છે. તે પોતાનો એવો ઉમેદવાર સામે કરશે જે પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ પૂર્ણ કરી શકે. ઉમેદવાર પસંદ કરવા દરમિયાન પાર્ટી કેટલાક પરિબળો ધ્યાનમાં લેશે.જનતા દળ યૂનાઇટેડ (JDU) અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) સહિત તમામ સહયોગી દળ ભારતીય જનતા પાર્ટી સાથે છે. JDU નેતા રામનાથ ઠાકુરનું નામ ઉપરાષ્ટ્રપતિની રેસમાં સામેલ કરવામાં આવ્યું હતું પરંતુ રિપોર્ટ અનુસાર તે આ રેસમાંથી બહાર છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે આ નામની હતી ચર્ચા

ધનખડના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ માટે કેટલાક નામોની ચર્ચા શરૂ થઇ છે. રામનાથ ઠાકુરની સાથે સાથે  બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પણ આ યાદીમાં સામેલ છે.હરિવંશ નારાયણ સિંહને લઇને પણ ચર્ચા હતી. તે રાજ્યસભાના ઉપસભાપતિ છે અને JDUના નેતા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ચર્ચામાં છે.

ઉપરાષ્ટ્રપતિ માટે જલદી થશે ચૂંટણી

ભારતીય બંધારણ આર્ટિકલ 66 અનુસાર ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થયા બાદ ચૂંટણી જલદી કરાવવાની હોય છે. ચૂંટણી પંચે બુધવાર (24 જુલાઇ)એ ચૂંટણીને લઇને પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. જગદીપ ધનખડનો કાર્યકાળ 2027 સુધી ચાલવાનો હતો પરંતુ તે પહેલા જ તેમને રાજીનામું આપી દીધુ હતું.

આ સમાચાર શેર કરો