મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસ ફાઇનલ! ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક

મહારાષ્ટ્રને જલ્દી નવો મુખ્યમંત્રી મળશે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસ ફાઇનલ! ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક

મહારાષ્ટ્રને જલ્દી નવો મુખ્યમંત્રી મળશે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી થઇ ગયું છે. ભાજપના એક સીનિયર નેતાએ દાવો કર્યો કે 2 અથવા 3 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં ફડણવીસને વિધાયક દળના નેતાના રૂપમાં પસંદ કરવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે ફાઇનલ

દેવેન્દ્ર ફડણવીસ આ પહેલા 2014થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યાં છે. બીજી વખત તેમને ઓક્ટોબર 2019માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે, બાદમાં તેમને 3 દિવસ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. તે બાદ તે 2022થી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ છે. ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર 1999થી ધારાસભ્ય છે. તે આ વખતે છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. આ પહેલા તે નાગપુર મહાનગરપાલિકામાં મેયર પણ રહી ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં 288 સભ્યની વિધાનસભાના પરિણામ 23 ડિસેમ્બરે આવ્યા હતા. મહાયુતિને પ્રચંડ બહુમત મળ્યો છે. મહાયુતિએ 233 બેઠક મેળવી છે. ભાજપે 132, શિવસેના (શિંદે)એ 57 અને NCP (અજિત પવાર)એ 41 બેઠક જીતી છે. જોકે, પરિણામ આવ્યાના 10 દિવસ પછી પણ મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થઇ શક્યું નથી. 

ભાજપની ધારાસભ્ય દળની મળશે બેઠક

ભાજપના એક સીનિયર નેતાએ કહ્યું, મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીના રૂપમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી થઇ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળના નવા નેતા પસંદ કરવા માટે 2 કે 3 ડિસેમ્બરે બેઠક મળશે. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે અંતિમ મોહર લાગશે.

આ પહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તે નવો મુખ્યમંત્રી પસંદ કરવાના ભાજપના નિર્ણયનું સમર્થન કરશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઇને એકનાથ શિંદેનું મોટું નિવેદન, પોતાની ભૂમિકા પણ કરી સ્પષ્ટ

5 ડિસેમ્બરે શપથગ્રહણ સમારંભ યોજાશે

મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારંભ 5 ડિસેમ્બરે સાંજે યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આ કાર્યક્રમ મુંબઇના આઝાદ મેદાનમાં યોજાશએ.

આ સમાચાર શેર કરો