મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઇને એકનાથ શિંદેનું મોટું નિવેદન, પોતાની ભૂમિકા પણ કરી સ્પષ્ટ

મહારાષ્ટ્રમાં મહાયુતિના નવા મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા વચ્ચે એકનાથ શિંદે પોતાના ગામ જતા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઇને એકનાથ શિંદેનું મોટું નિવેદન, પોતાની ભૂમિકા પણ કરી સ્પષ્ટ

મહારાષ્ટ્રમાં મહાયુતિના નવા મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા વચ્ચે એકનાથ શિંદે પોતાના ગામ જતા રહ્યાં હતા. આ વચ્ચે એકનાથ શિંદેએ પોતાનું નિવેદન આપ્યું છે. એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મે પોતાની ભૂમિકા ક્લિયર કરી છે.PM મોદી અને અમિત શાહ CMનો નિર્ણય લેશે.

શિંદેની કેવી છે તબિયત

શિવસેનાના નેતા એકનાથ શિંદેનું સ્વાસ્થ્ય ખરાબ થયું હોવાની વાત સામે આવી હતી. એકનાથ શિંદેએ પોતાના સ્વાસ્થ્યને લઇને કહ્યું કે, 'મારૂં સ્વાસ્થ્ય સારૂ છે, હું અહીં આરામ કરવા આવ્યો હતો. મે એક દિવસમાં 8-8 સભા કરી હતી. અઢી વર્ષના કાર્યકાળમાં કોઇ રજા લીધી નહતી.આ સરકારના જનતાનો અવાજવાળી સરકાર છે.'

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના ચહેરાને લઇને ચાલી રહેલી ખેંચતાણ પર કહ્યું કે, 'મે બુધવારે મારી ભૂમિકા સ્પષ્ટ કરી છે. PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે મુખ્યમંત્રી નક્કી કરશે તેમાં મારૂં સમર્થન છે.'

મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં થઇ રહેલા વિલંબ પર શિવસેના (શિંદે) જૂથના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું કે, નિશ્ચિત રીતે હું એક જ વાત કરીશ કે સરકાર સ્થાપિત થઇ જશે. ત્રણેય પક્ષમાં સમન્વય છે. વિપક્ષના તારીખ,સ્થળ નક્કી થઇ ગયું છે પણ મુખ્યમંત્રી નક્કી નથી તેવા સવાલના જવાબમાં શિંદેએ કહ્યુ કે, કાલે ભાજપની ધારાસભ્ય દળની બેઠક છે તેમાં નક્કી થઇ જશે તમે ચિંતા ના કરો.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર રચવામાં કોકડું ગુંચવાયું, ભાજપ-શિવસેનામાં મંત્રી પદને લઇને ડખા

મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે મુખ્યમંત્રીની શપથવિધિ યોજાશે

3 ડિસેમ્બરે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. દિલ્હીથી બે ઓબ્ઝર્વર મુંબઇ આવશે અને ધારાસભ્યો સાથે ચર્ચા બાદ ઓફિશિયલ રીતે CM ફેસની જાહેરાત કરશે. અજિત પવારે પણ કહ્યું કે, મુખ્યમંત્રી ભાજપનો બનશે અને શિવસેના-NCPમાંથી 1-1- ડેપ્યુટી CM બનશે.

મહત્ત્વપૂર્ણ છે કે ભાજપે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારંભ 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં યોજાશે.મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ X પર એક વીડિયો પોસ્ટમાં કહ્યું કે શપથગ્રહણ સમારંભ આઝાદ મેદાનમાં યોજાશે અને પીએમ મોદી તેમાં સામેલ થશે.

આ સમાચાર શેર કરો