'Elected સીએમ નીતિશ કુમારને હટાવવાનું પ્રણ લેનારા Selected CMને અભિનંદન', તેજસ્વીએ કર્યો કટાક્ષ
બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે નવા મુખ્યમંત્રી સ

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના શપથ ગ્રહણ સમારોહ બાદ અભિનંદન પાઠવ્યા છે. જોકે, અભિનંદનની સાથે તેમણે સમ્રાટ ચૌધરી ઉપર કટાક્ષ કરતાં તેમને પસંદગીના મુખ્યમંત્રી ગણાવ્યા હતા. તેજસ્વીની આ પોસ્ટથી રાજકીય વાતાવરણ ગરમાય તેવી અપેક્ષા છે.
તેજસ્વીએ કરી પોસ્ટ
તેજસ્વીએ પોસ્ટમાં લખ્યું કે, સમ્રાટ ચૌધરીજી દ્વારા આજે "'ચૂંટાયેલા' મુખ્યમંત્રી નીતિશ કુમાર જીને પદ પરથી હટાવવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા પર અભિનંદન. તથા સિલેક્ટેડ મુખ્યમંત્રી બનવા બદલ હાર્દિક શુભકામના.
બિહાર ઘણા મુખ્ય પરિમાણોમાં પાછળ
તેજશ્વીએ 'X' પર આગળ લખ્યું કે, 21 વર્ષના NDA શાસન છતાં બિહાર હજુ પણ ઘણા મહત્વપૂર્ણ પરિમાણોમાં રાષ્ટ્રીય સરેરાશથી પાછળ છે. આમાં શિક્ષણની ગુણવત્તા, આરોગ્યસંભાળ સેવાઓ, કાયદો અને વ્યવસ્થા, રોજગાર, રોકાણ, ગરીબી અને સ્થળાંતર જેવા મુદ્દાઓ શામેલ છે. આ સાથે આશા વ્યક્ત કરી કે નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી બિહારના વિકાસ, શાંતિ, સમૃદ્ધિ અને સામાજિક સુમેળ તરફ નક્કર પગલાં લેશે અને બાહ્ય પ્રભાવોથી ઉપર ઉઠીને રાજ્યના શ્રેષ્ઠ હિતમાં કામ કરશે.
તેજશ્વીએ 'X' પર લખ્યું: "એવી આશા છે કે નવા માનનીય મુખ્યમંત્રી આ કડવી, અપ્રિય અને કઠોર વાસ્તવિકતાથી સંપૂર્ણપણે વાકેફ હશે કે NDA શાસનના 21 વર્ષ પછી પણ બિહાર લગભગ તમામ નીતિ આયોગ પરિમાણો, તમામ ટકાઉ વિકાસ સૂચકાંકો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્યસંભાળ પ્રણાલીઓ, કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, આવક અને રોકાણ, ખર્ચ અને વપરાશ, નોકરીઓ અને રોજગાર, ગરીબી અને સ્થળાંતર, સમાન પ્રગતિ અને સમાન વૃદ્ધિ અને માનવ વિકાસના તમામ પાસાઓ સંબંધિત સૂચકાંકોમાં રાષ્ટ્રીય સરેરાશથી નોંધપાત્ર રીતે ઘણું પાછળ છે.
આશા છે કે નવા સિલેક્ટેડ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી જી બિહારની ઉન્નતિ, સુખ સમૃદ્ધિ, શાંતિ, સૌહાર્દ, સુરક્ષા અને સર્વાંગી સુધાર માટે સંકલ્પિત થઈને સશક્ત રીતે કામ કરશે એવી આશા. બહારનાઓના દિશા નિર્દેશોની આગળ બિહારીઓના સ્વાભિમાનને ગીરવે નહીં રાખે.








