મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવ મહાગઠબંધનનો CM ફેસ, મુકેશ સહની સહિત 2 ડેપ્યુટી CMના ઉમેદવાર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનનો મુખ્યમંત્રીનો ચહેરો RJD પ્રમુખ તેજસ્વી યાદવ હશ

બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવ મહાગઠબંધનનો CM ફેસ, મુકેશ સહની સહિત 2 ડેપ્યુટી CMના ઉમેદવાર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનનો મુખ્યમંત્રીનો ચહેરો RJD પ્રમુખ તેજસ્વી યાદવ હશે. કોંગ્રેસના નેતા અશોક ગહેલોતે મહાગઠબંધનની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. અશોક ગહેલોતે કહ્યું કે, બિહારમાં અમારી સરકાર બની તો ઉપમુખ્યમંત્રી મુકેશ સહની હશે. ઉપ મુખ્યમંત્રી અન્ય લોકોને પણ બનાવવામાં આવશે જે પછાત સમાજમાંથી આવે છે.

અશોક ગહેલોતે કહ્યુ કે અમારા નેતા તેજસ્વી યાદવ છે. NDA જણાવે કે તેમનો CM ફેસ કોણ હશે. માત્ર નીતિશ કુમારના નેતૃત્ત્વમાં ચૂંટણી લડશે કહેવાથી નહીં ચાલે. CM ફેસ જાહેર થતા જ તેજસ્વી યાદવે કહ્યુ કે મારા પર ફરી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે જેને માટે તમામનો દિલથી આભાર. 

મહાગઠબંધનની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં RJD, કોંગ્રેસ,VIP સહિત 7 પક્ષના 14 નેતા સામેલ થયા હતા જેમાં તમામ પક્ષના નેતાઓને બોલવાની તક આપવામાં આવી હતી.

જબ તક ભાજપા કો તોંડેગે નહીં, છોડેંગે નહીં- મુકેશ સહની

વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીએ કહ્યું, "આજે આ સમયની હું સાડા ત્રણ વર્ષથી રાહ જોઇ રહ્યો હતો. ભાજપે જે રીતે અમારા ધારાસભ્યોને તોડ્યા, ગરીબ મલ્લાહને રોડ પર લાવી દીધા, અમે સંકલ્પ લીધો હતો કે જ્યાર સુધી ભાજપને તોડીશું નહીં ત્યાર સુધી છોડીશું નહીં. મહાગઠબંધન મજબૂત છે, અમે સરકાર બનાવીશું."

દેશની સ્થિતિ ગંભીર-અશોક ગહેલોત

કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગહેલોતે કહ્યુ, "દેશની સ્થિતિ ગંભીર છે, લોકો ચિંતિંત છે. કોઇને ખબર નથી કે દેશ કઇ દિશામાં જશે. આપણા બધાની જવાબદારી બને છે કે દેશ ક્યા જશે. બિહારની ચૂંટણી પર દેશભરની નજર છે. બેરોજગાર હોય કે અન્ય કેટલાક મુદ્દા હોય, લોકો બદલાવ ઇચ્છે છે."

બિહારમાં ક્યારે યોજાશે ચૂંટણી?

બિહારમાં 6 નવેમ્બરે પ્રથમ ફેઝની 121 બેઠકો પર મતદાન થશે જ્યારે 11 નવેમ્બરે બીજા ફેઝની 122 બેઠકો પર મતદાન યોજાશે.બિહાર ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો