મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાગઠબંધનની ઉમેદવારોની જાહેરાત પહેલા તેજસ્વી યાદવે ભર્યું નોમિનેશન, જાણો ક્યાથી લડશે ચૂંટણી

RJDના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે રાધોપુરથી પોતાનું નોમિનેશન દ

મહાગઠબંધનની ઉમેદવારોની જાહેરાત પહેલા તેજસ્વી યાદવે ભર્યું નોમિનેશન, જાણો ક્યાથી લડશે ચૂંટણી

RJDના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે રાધોપુરથી પોતાનું નોમિનેશન દાખલ કર્યું છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે રાધોપુરની જનતા ફરી એક વખત અમારી પર ભરોસો કરશે.

તેજસ્વી યાદવે કહ્યું કે, રાધોપુરની જનતાએ અમારી પર સત બે વખત વિશ્વાસ કર્યો છે, જનતા માલિક છે. આ ત્રીજી વખત છે જ્યારે અમે રાધોપુરથી પોતાનું નોમિનેશન દાખલ કર્યું છે. અમને વિશ્વાસ છે કે રાધોપુરની જનતા ફરી એક વખત અમારા પર ભરોસો કરશે...અમે માત્ર સરકાર બનાવવા જ નથી માંગતા અમે બિહાર બનાવવા માંગીએ છીએ.

તેજસ્વી યાદવે કહ્યું કે, હવે બિહાર ભ્રષ્ટાચાર અને ગુનામુક્ત રાજ્ય બનવા માંગે છે..કેટલાક લોકો અફવા ફેલાવતા રહ્યા છે કે અમે બે જગ્યાએથી ચૂંટણી લડીશું. તેજસ્વી 243 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે પરંતુ જ્યારે એક સીટની વાત આવે છે તો અમે પહેલાથી જ રાધોપુરથી ચૂંટણી લડતા રહ્યા છીએ અને માત્ર રાધોપુરથી જ ચૂંટણી લડી રહ્યા છીએ.

પ્રશાંત કિશોર તેજસ્વી સામે નહીં લડે ચૂંટણી

રાધોપુર વિધાનસભા બેઠક પર પ્રશાંત કિશોરની જનસુરાજે ચંચલ કુમાર સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જોકે, NDAએ હજુ સુધી રાધોપુર બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી નથી. 

તેજસ્વી યાદવના નોમિનેશન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, સાંસદ મીસા ભારતી, સંજય યાદવ સહિત કેટલાક ધારાસભ્ય, વિધાન પાર્ષદ અને મોટી સંખ્યામાં RJDના કાર્યકર્તા હાજર રહ્યા હતા.

તેજસ્વી યાદવ 2015થી સતત રાધોપુર સીટથી વિધાનસભા ચૂંટણી જીતતા આવ્યા છે. 2015માં રાધોપુર વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ચૂંટણી જીતીને તેજસ્વી યાદવ ધારાસભ્ય બન્યા હતા. 2015-2017માં તે બિહારના નાયબ મુખ્યમંત્રી હતા. 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તે ફરી રાધોપુરથી ચૂંટણી જીત્યા હતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતાના રૂપમાં મહાગઠબંધનનું નેતૃત્ત્વ કર્યું હતું.

JDUએ 57 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી

આ પહેલા જનતા દળ યુનાઇટેડ (JDU)એ 57 ઉમેદવારના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. JDUની પ્રથમ યાદીમાં હનૌતથી હરિયાણા સિંહ, નાલંદાના શ્રવણ કુમાર, મોકામાના અનંત સિંહ, ફુલવારીના શ્યામ રજક, હથુઆના રામસેવક સિંહ, બેનીપુરથી વિનય કુમાર ચૌધરી, હિલસાથી પ્રેમ મુખિયા, રાજગીરથી કૌશલ કિશોર, વિભૂતિપુરથી રવીના કુશવાહાના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો