મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં NDA જીત્યું તો નીતિશ કુમાર નહીં બને મુખ્યમંત્રી-તેજસ્વી યાદવ; HAMના 11 નેતા સસ્પેન્ડ

બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર રાજકીય પક્ષો પુરજોશમાં કરી રહ્યા છે. બિહારમાં 6 નવેમ્બરે પ્રથમ તબક્ક

બિહારમાં NDA જીત્યું તો નીતિશ કુમાર નહીં બને મુખ્યમંત્રી-તેજસ્વી યાદવ; HAMના 11 નેતા સસ્પેન્ડ

બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર રાજકીય પક્ષો પુરજોશમાં કરી રહ્યા છે. બિહારમાં 6 નવેમ્બરે પ્રથમ તબક્કામાં અને 11 નવેમ્બરે બીજા તબક્કા માટે મતદાન યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે. આ પહેલા PM મોદીથી લઇને તેજસ્વી યાદવ સુધીના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

જીતનરામ માંઝીએ 11 નેતાને કર્યા સસ્પેન્ડ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જીતનરામ માંઝીની પાર્ટી HAMએ 11 નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. રાષ્ટ્રીય સચિવથી લઇને જિલ્લા અધ્યક્ષ સામે અનુશાસનહીનતાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી અનુસાર આ નેતા પાર્ટીની નીતિઓ અને અનુશાસન વિરૂદ્ધ કામ કરતા હતા માટે તેમણે તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

NDA જીતી તો નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને- તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે ભાજપ પર મુખ્યમંત્રી નીતિશ કુમારને 'હાઇજેક' કરવાનો આરોપ લગાવ્યો હતો. તેજસ્વીએ દાવો કર્યો કે જો બિહારમાં ફરી એક વખત NDAની સરકાર બની તો નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે. સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુરમાં ચૂંટણી સભાને સંબોધતા તેજસ્વી યાદવે કહ્યું કે વિપક્ષી ગઠબંધનની સરકાર બનવા પર મુકેશ સહની સિવાય અન્ય સમાજ અને ધર્મના લોકોને પણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને તેની જાહેરાત જલદી કરવામાં આવશે.

લાલુ પ્રસાદ યાદવ પર અમિત શાહના પ્રહાર

બિહારના બક્સરમાં જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે લાલુ રાજમાં બિહારમાં માત્ર અપહરણ, ખંડણી અને જઘન્ય અપરાધ જ થયા હતા. લાલુ યાદવ માત્ર ગુનાઓ માટે જાણીતા છે. પીએમ મોદીએ બિહારને નક્સલવાદથી મુક્ત કરાવવાનું કામ કર્યું છે. લાલુ યાદવ-સોનિયા ગાંધીની સરકાર આતંકવાદીઓને બિરયાની ખવડાવતી હતી પરંતુ મોદી સરકારે ઓપરેશન સિંદૂર કરીને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને માર્યા.

આ સમાચાર શેર કરો