મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિલકિસ બાનો કેસના દોષિતોની અરજી સાંભળવાનો સુપ્રીમનો ઇનકાર, આરોપીઓએ અરજી પરત ખેચી

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોની સજા માફીને રદ કરી નાખી હતી. તે બાદ બે દોષિ

બિલકિસ બાનો કેસના દોષિતોની અરજી સાંભળવાનો સુપ્રીમનો ઇનકાર, આરોપીઓએ અરજી પરત ખેચી

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોની સજા માફીને રદ કરી નાખી હતી. તે બાદ બે દોષિતોએ આ નિર્ણયને પડકાર્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. હવે દોષિતોએ પોતાની અરજી પરત ખેચી લીધી છે.આ કેસમાં દોષી ભગવાનદાસ શાહ અને રાધેશ્યામ પાસે હજુ પણ નિર્ણય વિરૂદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે. 

બિલકિસ બાનો કેસના બન્ને દોષિતોએ આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને તર્ક આપ્યો હતો કે સમાન જજોની બે બેન્ચોએ ગુજરાત સરકારના નિર્ણય પર અલગ અલગ વલણ અપનાવ્યું છે. દોષિતોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટની એક બેન્ચે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો જ્યારે બીજી બેન્ચે ગુજરાત સરકારને યોગ્ય ગણાવી હતી. આવી સ્થિતિમાં સરકારનો ક્યો નિર્ણય યોગ્ય રહેશે તે સ્પષ્ટ કરવું જોઇએ.

દોષિતોએ પોતાની અરજીમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરવું જોઇએ કે સમાન જજોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા બે વિપરિત નિર્ણયમાં ક્યો લાગુ કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે ચુકાદો વિરોધાભાસી છે અને માટે તેને મોટી બેન્ચ પાસે મોકલવો જોઇએ. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. તે બાદ દોષિતોએ પોતાની અરજીને પરત ખેચી લીધી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના ચુકાદાને પલટી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાત સરકારને દોષિતોને માફ કરવાનો અધિકાર નહતો. આ અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે હતો. કોર્ટે કહ્યું કે ભલે ઘટના ગુજરાતની છે પરંતુ તેની પુરી સુનાવણી મહારાષ્ટ્રમાં થઇ હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બપાદ તમામ દોષિતોએ સરેન્ડર કર્યું હતું અને તેમને ફરી જેલમાં જવું પડ્યું હતું.

શું છે બિલકિસ બાનો કેસ?

2002માં ગુજરાત રમખાણ સમયે 3 માર્ચે દાહોદ જિલ્લાના રંધિકપુર ગામમાં બિલકિસ બાનો સાથે ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત લોકોની હત્યા કરવામાં આવી હતી. તે સમયે બિલકિસ બાનો પ્રેગનન્ટ હતી. આ કેસમાં રાધેશ્યામ શાહ, જસવંત ચતુરભાઇ નાઇ, બકાભાઇ વદાનિયા, રાજીવભાઇ સોની, કેશુભાઇ વદાનિયા, શૈલેષ ચૌહાણ, બિપિન ચંદ્ર જોશી, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોઢિયા અને ગોવિંદભાઇ નાઇ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

તમામ આરોપીની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા અમદાવાદ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી પરંતુ બિલકિસ બાનોએ કહ્યું કે અહીં સાક્ષીઓને ધમકાવવામાં આવી રહ્યાં છે અને પુરાવા સાથે છેડછાડનો પ્રયાસ થઇ રહ્યો છે. તે બાદ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. 7 આરોપીઓને છોડવામાં આવ્યા હતા અને એકનું મોત થયું હતું. 2022માં ગુજરાત સરકારે 1992ની માફી નીતિ અનુસાર  ગોધરાની સબ જેલમાંથી આરોપીઓને છોડી મુક્યા હતા. તે બાદ બિલકિસ બાનોએ આ નિર્ણયને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના ચુકાદાને પલટી નાખ્યો હતો. તે બાદ તમામ આરોપીઓએ સરેન્ડર કર્યું હતું અને તેમને પરત જેલમાં જવું પડ્યું હતું.

આ સમાચાર શેર કરો