મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નિઠારી કાંડમાં સુરેન્દ્ર કોલીની આજીવન કેદની સજા રદ, સુપ્રીમે તાત્કાલિક મુક્ત કરવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે 2006ના નિઠારી શ્રેણીબદ્ધ હત્યાકાંડ કેસમાં દોષિત સુરેન્દ્ર કોલીને નિર્દોષ

નિઠારી કાંડમાં સુરેન્દ્ર કોલીની આજીવન કેદની સજા રદ, સુપ્રીમે તાત્કાલિક મુક્ત કરવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે 2006ના નિઠારી શ્રેણીબદ્ધ હત્યાકાંડ કેસમાં દોષિત સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરવા સાથે તેની સજા રદ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો અન્ય કોઈ કેસમાં તે વોન્ટેડ ન હોય તો તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુરેન્દ્ર કોલીને નોઈડામાં 2005-2006માં થયેલા નિઠારી હત્યાકાંડ સંબંધિત કેસમાં હત્યા અને બળાત્કાર મામલે નિર્દોષ જાહેર કર્યો હતો. કોલીએ તેની સજા સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી, જેને સુપ્રીમે સ્વીકારી હતી.

જણાવી દઈએ કે, સુરેન્દ્ર કોલીને પહેલાથી જ 12 કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ રિમ્પા હલદર હત્યા કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે ગાઝિયાબાદ જેલમાં સજા કાપી રહ્યો હતો. પરંતુ હવે આ કેસમાં પણ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તે 19 વર્ષ પછી જેલમાંથી મુક્ત થશે.

https://twitter.com/ANI/status/1988135633882321007
 
15 વર્ષની છોકરીની હત્યા કેસમાં ફેબ્રુઆરી 2011માં, સુપ્રીમ કોર્ટે કોલીની સજાને યથાવત રાખી હતી. જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે તેની સામેના બાકીના 12 કેસોમાં તેને નિર્દોષ જાહેર કર્યા પછી આ વર્ષે ફરીથી સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વિક્રમ નાથની બનેલી બેન્ચે આજે કોલીને નિર્દોષ જાહેર કર્યો અને છેલ્લા કેસમાં તેની સજા રદ કરી. ચુકાદો આપતાં, ન્યાયાધીશ નાથે કહ્યું, "અરજદારને આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે. અરજદારને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. 

કોલીની ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે ૭ ઓક્ટોબરના રોજ ટિપ્પણી કરી હતી કે, દોષિત ઠેરવવામાં આવેલી સજા ફક્ત કબૂલાત અને રસોડાના છરીની જપ્તી પર આધારિત હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે બાકીના કેસોમાં નિર્દોષ છૂટવાથી અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ છે.

નિઠારી હત્યાકાંડ શું છે?

નિઠારી હત્યાકાંડ ૨૦૦૫ અને ૨૦૦૬ ની વચ્ચે થયો હતો. ડિસેમ્બર ૨૦૦૬ માં નોઈડાના નિઠારી ગામમાં એક ઘરની નજીક ગટરમાંથી હાડપિંજરના અવશેષો મળી આવતા આ કેસ લોકોના ધ્યાન પર આવ્યો. ત્યારબાદ, જાણવા મળ્યું કે મોનિન્દર સિંહ પંધેર ઘરનો માલિક હતો અને કોલી તેનો ઘરનો નોકર હતો.

આ સમાચાર શેર કરો