સોનમ વાંગચુકની ધરપકડ પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, જાણો શું આદેશ આપ્યો
લદ્દાખના ક્લાઇમેન્ટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુપ્ર

લદ્દાખના ક્લાઇમેન્ટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી આંગમોની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટી તંત્ર અને જોધપુર જેલના સુપરિન્ટેન્ડેન્ટને નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને લદ્દાખને પૂછ્યું કે સોનમ વાંગચુકને કેમ મુક્ત ના કરવા જોઇએ. સોનમ વાંગચુકની પત્નીનો પક્ષ સીનિયર વકીલ કપિલ સિબ્બલે રાખ્યો હતો.કપિલ સિબ્બલે કહ્યું કે સોનમ વાંગચુકની ક્યા આધાર પર ધરપકડ કરવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવી નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કસ્ટડીમાં લેવામાં આવેલા શખ્સને તેના વિશે જાણકારી આપવામાં આવી છે. અમે જોઇશું કે કેવી રીતે એક કોપી તેમના પત્નીને પણ આપવામાં આવે જેમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવી હોય કે સોનમ વાંગચુકની કેમ ધરપકડ કરવામાં આવી છે. સોનમ વાંગચુક પર રાસુકા લગાવવામાં આવ્યું છે અને તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ દરમિયાન ગીતાંજલીએ માંગ કરી કે તેમના પતિને ટેલિફોન પર વાત કરવાની પરમિશન મળે. આ સિવાય તેમની સાથે મુલાકાત પણ કરાવવામાં આવે. આ સિવાય જેલમાં દવા, યોગ્ય ભોજન અને કપડા વગેરેની વ્યવસ્થાની માંગ પણ કરવામાં આવી છે.
સોનમ વાંગચુકની ધરપકડને લઇને કેન્દ્ર સરકારને નોટિસ
જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. સોનમ વાંગચુકની 26 સપ્ટેમ્બરે અટકાયત કરવામાં આવી હતી અને તેમણે જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે, તેમના પર આરોપ છે કે તેમણે હિંસાને ભડકાવનારા નિવેદન આપ્યા હતા, તેમના પત્ની ગીતાંજલીએ કોર્ટમાં કહ્યું કે મારા પતિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે, તેમણે કહ્યું કે સોનમ વાંગચુકની ધરપકડમાં રાષ્ટ્રીય સુરક્ષા કે વ્યવસ્થા જેવી કોઇ વાત નથી પણ આ એક એક્ટિવિસ્ટને ચુપ કરાવવાનો પ્રયાસ છે, તેમણે કહ્યું કે મારા પતિ તો ગાંધાવાદી રીતે પ્રદર્શન કરતા હતા. આ બંધારણીય અધિકાર છે. તે બોલવાનો હક ધરાવે છે, માત્ર આટલા આધાર પર ધરપકડ કરવું યોગ્ય નથી. ગીતાંજલીએ કહ્યું કે આ બંધારણની કલમ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન છે.








