મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રિવોલ્વર લઇને મતદારોને ધમકાવતા જોવા મળ્યા SHO, ચૂંટણી પંચને કાર્યવાહી કરવા અખિલેશનું આહવાન

ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મીરાપુર બેઠક પર વોટિંગ ચાલી રહ્યું છે. વોટિંગ વચ્ચે એ

રિવોલ્વર લઇને મતદારોને ધમકાવતા જોવા મળ્યા SHO, ચૂંટણી પંચને કાર્યવાહી કરવા અખિલેશનું આહવાન

ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મીરાપુર બેઠક પર વોટિંગ ચાલી રહ્યું છે. વોટિંગ વચ્ચે એક તસવીર સામે આવી છે. મીરાપુરમાં એક SHO રિવોલ્વર સાથે વોટર્સને ધમકાવતા જોવા મળ્યા હતા. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને કન્નોજના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે મીરાપુરના કકરૌલી પોલીસ સ્ટેશનના SHOને ચૂંટણી પંચ સસ્પેન્ડ કરે કારણ કે તે રિવોલ્વરથી ધમકાવતા વોટર્સને વોટ નાખતા રોકી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના 7 પોલીસ અધિકારી સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીમાં વિવાદ થયો છે. સીસામઉ, કુંદરકી જેવી બેઠક પર વિવાદ થયો છે. સમાજવાદી પાર્ટીની ફરિયાદ અને અલગ અલગ માધ્યમથી ગડબડ બાદ ચૂંટણી પંચે 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કાનપુરના સીસામઉમાં 2 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુરાદાબાદમાં 3 પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે મુજફ્ફરનગરમાં 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 

લખનૌમાં અખિલેશ યાદવે કહ્યું કે કુંડારકી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રદીપ સેહરાવત, એડીએમ મુરાદાબાદ, કમિશનર આંજનેયનું નામ કોણ નથી જાણતું, સીસામઉના ડીએસપી દિનેશ ત્રિપાઠી, ઇંસ્પેક્ટર ચમન ગંજ દિનેશ બિસ્ટ, રમેશ શ્રીવાસ્તવ ઇંસ્પેક્ટર કર્નલગંજ, અહીં બધા વોટ સપાને મળી રહ્યાં છે પરંતુ આ અધિકારી ગડબડ કરાવી રહ્યાં છે. ભાજપ જેવો કોઇ જૂઠો નથી. ભાજપના વોટર ખુદ નીકળતા નથી.

આ સમાચાર શેર કરો