મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનની હાલત ગંભીર, દિલ્હીની હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા શિબુ સોરેન વેન્ટિલેટર સપોર્ટ પર છે અને તેમની હાલત ગંભીર છે.મળ

ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનની હાલત ગંભીર, દિલ્હીની હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા શિબુ સોરેન વેન્ટિલેટર સપોર્ટ પર છે અને તેમની હાલત ગંભીર છે.મળતી માહિતી અનુસારસ તે એક મહિના કરતા વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. જૂનના અંતિમ અઠવાડિયામાં કિડની સંબંધી સમસ્યાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

81 વર્ષીય શિબુ સોરેન લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. 24 જૂને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને હોસ્પિટલ પહોંચીને સ્વાસ્થ્ય સંબંધી સ્થિતિની સમીક્ષા કરી હતી. 

38 વર્ષ સુધી JMMનું નેતૃત્ત્વ કર્યું

મહત્ત્વપૂર્ણ છે કે શિબુ સોરેને 38 વર્ષ સુધી ઝારખંડ મુક્તિ મોર્ચાનું નેતૃત્ત્વ કર્યું છે અને તેમને પાર્ટીના સંસ્થાપક સંરક્ષકના રૂપમાં ઓળખવામાં આવે છે. 

શિબુ સોરેને 18 વર્ષની ઉંમરમાં સંથાલ નવયુવક સંઘની રચના કરી હતી. 1972માં સોરેને બંગાલી માર્ક્સવાદી ટ્રેડ યૂનિયન નેતા એકે રોય અને કુર્મી-મહતો નેતા બિનોદ બિહારી મહતો સાથે મળીને ઝામુમો (JMM)ની રચના કરી હતી અને તેના મહાસચિવ બન્યા હતા.

રાજકીય કરિયરની શરૂઆત

શિબુ સોરેન 1977માં પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી હારી ગયા હતા પરંતુ બાદમાં 1980માં દુમકાથી પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયા હતા. તે બાદ તે 1989,1991 અને 1996માં પણ લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. તે 2002માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને તે વર્ષે લોકસભા પેટા ચૂંટણીમાં ડ્યુમા બેઠક જીત્યા બાદ તેમને પોતાની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.

મનમોહનસિંહ મંત્રીમંડળમાંથી રાજીનામું

2004માં ફરીથી ચૂંટાયા બાદ શિબુ સોરેન મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય કોલસા મંત્રી હતા, પરંતુ 30 વર્ષ જૂના ચિરુડીહ કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી થયા બાદ તેમને રાજીનામું આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

23 જાન્યુઆરી 1975ના રોજ 10 લોકોની હત્યાના 69 અન્ય આરોપીઓની સાથે તેમના વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી થયા બાદ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. શિબુ સોરેને જુલાઇ 2004માં રાજીનામું આપી દીધુ હતું અને જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. 8 સપ્ટેમ્બર 2004માં જામીન પર મુક્ત થયા બાદ તેમને ફરી મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા તથા 27 નવેમ્બર 2004માં તેમને કોલસા મંત્રાલય પરત સોપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો