બિહારમાં NDA-મહાગઠબંધનમાં કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? ભાજપ-કોંગ્રેસ કેટલા ઉમેદવાર ઉતારશે
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની ઉંધી ગણતરી શરૂ થઇ ગઇ છે અને હવે મુકાબલો બેઠકોના

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની ઉંધી ગણતરી શરૂ થઇ ગઇ છે અને હવે મુકાબલો બેઠકોના ગણિત પર ટકેલો છે. NDA અને મહાગઠબંધન બન્ને મોર્ચામાં સીટ શેરિંગને લઇને સતત બેઠક મળી રહી છે.
NDA અને મહાગઠબંધન બન્ને પોત પોતાની બેઠકની જાહેરાત એક-બે દિવસમાં કરી શકે છે. બન્ને પક્ષમાં ટિકિટોને લઇને લોબિંગ ચાલુ છે અને કેટલાક મોટા નામ પોતાની બેઠક જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે.
NDAમાં સહમતિ, દિલ્હીમાં ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર
NDAમાં સીટ વહેંચણીને લઇને લગભગ સહમતિ બની ગઇ છે. ભાજપે આ ફોર્મૂલાની કમાન પોતાના હાથમાં લીધી છે જ્યારે JDU,LJP (રામવિલાસ), હમ અને RLMને તેમની ભાગીદારીનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે.
NDA સીટ શેરિંગ ફોર્મ્યુલા
સુત્રો અનુસાર NDAમાં સીટોની સંભવિત વહેંચણી આ રીતે નક્કી થઇ છે.
JDU-105 બેઠક
BJP- 103 બેઠક
LJP (રામવિલાસ)- 22 બેઠક
હમ (જીતનરામ માંઝી)- 7 બેઠક
RLM (ઉપેન્દ્ર કુશવાહા)-5 બેઠક
NDAમાં કૂલ 242 બેઠકોનું સંતુલન લગભગ નક્કી થઇ ગયું છે. કહેવામાં આવે છે કે JDUએ 6 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો છે જેમાં કેટલાક નેતા પાર્ટી લાઇનથી હટીને નિવેદન આપી ચુક્યા હતા.
મહાગઠબંધનમાં પણ ફોર્મૂલા તૈયાર
મહાગઠબંધનની અંદર પણ છેલ્લા કેટલાક દિવસથી બેઠક ચાલી રહી છે. RJD,કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે સીટ ફોર્મૂલા લગભગ ફાઇનલ થઇ ગઇ છે, માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે.
તેજસ્વી યાદવની આગેવાનીમાં બનેલી સહમતિ અનુસાર-
RJD- 137 બેઠક
કોંગ્રેસ-54 બેઠક
VIP- 18 બેઠક
CPI (ML)-22 બેઠક
CPI- 4 બેઠક
CPM-6 બેઠક
JMM-2 બેઠક
સૂત્રોની માનીએ તો LJP (પારસ જૂથ) મહાગઠબંધનમાં સામેલ થાય છે તો તેને 3 બેઠક RJD પોતાના કોટામાંથી આપવા તૈયાર છે.
JDUમાં ટિકિટ કપાતા બે ધારાસભ્યોએ પાર્ટી છોડી
નીતિશ કુમારની પાર્ટી JDUમાં સૌથી મોટી હલચલ છે. કહેવામાં આવે છે કે પાર્ટીએ છ ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો છે જેની જાણ થતા જ બે ધારાસભ્યો RJDમાં સામેલ થયા છે.








