મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં પ્રશાંત કિશોર પોતે નહીં લડે ચૂંટણી,  243 સીટો ઉપર ઉમેદવારો ઉતારશે

બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારોની પસંદગી મુદ્દે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

બિહારમાં પ્રશાંત કિશોર પોતે નહીં લડે ચૂંટણી,  243 સીટો ઉપર ઉમેદવારો ઉતારશે

બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારોની પસંદગી મુદ્દે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. બિહારમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પોતે બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. સૂત્રોના જણાવ્યા મુજબ બિહારની 243 વિધાનસભા બેઠકો પર પાર્ટીના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડાવશે. પ્રશાંત કિશોર ફક્ત રણનીતિકારની ભૂમિકામાં તમામ નિર્ણયો લેશે.

જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ પ્રશાંત કિશોરે પોતાના ઉમેદવારી નોંધાવવાના મુદ્દા પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જો પાર્ટી તેમને કહેશે તો તેઓ ચૂંટણી લડશે. તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક અથવા તેમના વતન રોહતાસ જિલ્લાની કારગહર બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી હતી. એવી પણ અટકળો ચાલી રહી હતી કે, પ્રશાંત કિશોરનું નામ પાર્ટીના ઉમેદવારોની આગામી યાદીમાં સામેલ થઈ શકે છે. જોકે, હવે સૂત્રો સૂચવે છે કે પ્રશાંત કિશોર પોતે વિધાનસભા ચૂંટણી નહીં લડે.

જન સૂરજ દ્વારા ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ

ભૂતપૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયસિંહે એવો પણ દાવો કર્યો હતો કે, પાર્ટીએ બિહારની NDA સરકાર પર ₹70,000 કરોડના ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ લગાવતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 

આ સમાચાર શેર કરો