મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ઈન્ટરનેટ ઉપર આચારસંહિતા લાગુ થશે', બિહાર ચૂંટણી પહેલા ECની મોટી જાહેરાત

બિહાર ચૂંટણીની જાહેરાત થયા બાદ વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. એક

'ઈન્ટરનેટ ઉપર આચારસંહિતા લાગુ થશે', બિહાર ચૂંટણી પહેલા ECની મોટી જાહેરાત

બિહાર ચૂંટણીની જાહેરાત થયા બાદ વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. એકબીજા પર આક્ષેપ- પ્રતિ આક્ષેપ સાથે બીજાને નીચા દેખાડવા માટે AI, સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા લાગ્યા છે. ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ ચૂંટણી પંચે રાજકીય પક્ષો માટે દિશાનિર્દેશ જારી કર્યા છે. ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જાળવવાની જરૂરિયાત સ્પષ્ટ કરતા 9 ઓક્ટોબરે સાત મુદ્દાનો પત્ર જારી કર્યો છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વખતે, આદર્શ આચારસંહિતામાં સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટનો સમાવેશ થશે. અગાઉ આચારસંહિતા ફક્ત પાયાના સ્તરે લાગુ કરવામાં આવતી હતી. પંચે જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતા માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે. આ માર્ગદર્શિકાના કોઈપણ ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે ચૂંટણીનો માહોલ ન બગડે તે માટે સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચ સખત નજર રાખશે.

https://twitter.com/AHindinews/status/1976132551858356585
 
બધી ચૂંટણીઓમાં લાગુ થશે

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને આઠ વિધાનસભા મતવિસ્તારોની પેટાચૂંટણીઓની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે આ જોગવાઈઓ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા ઇન્ટરનેટ પર પોસ્ટ કરાયેલ સામગ્રી, જેમાં સોશિયલ મીડિયાનો પણ સમાવેશ થાય છે. તેના ઉપર પણ લાગુ પડશે. આ નિયમ બિહારની સામાન્ય ચૂંટણી અને વિવિધ રાજ્યોમાં એક સાથે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીઓ પર પણ લાગુ પડશે.

ટીકા કરતા પહેલા આ ધ્યાનમાં રાખો

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતા મુજબ અન્ય પક્ષોની ટીકા, તેમની નીતિઓ અને કાર્યક્રમો, ભૂતકાળના રેકોર્ડ અને કાર્ય સુધી મર્યાદિત હોવી જોઈએ. પક્ષો અને ઉમેદવારોએ અન્ય પક્ષોના નેતાઓ કે કાર્યકરોના અંગત જીવનના કોઈપણ પાસાઓની ટીકા કરવાનું ટાળવું. જે જાહેર પ્રવૃત્તિઓ સાથે સંબંધિત નથી. પંચે ઉલ્લંઘન માટે ચેતવણી જારી કરી છે. પંચે સ્પષ્ટતા કરી છે કે અન્ય પક્ષો કે તેમના કાર્યકરોની અપ્રમાણિત આરોપો કે વિકૃતિઓના આધારે ટીકા કરવાનું ટાળવામાં આવશે.

AI વિડિઓઝ પર સખ્તાઈ

તાજેતરમાં કોંગ્રેસે પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ ઘણા AI વિડિઓઝ બહાર પાડ્યા હતા. આ મામલો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આ મુદ્દાને ધ્યાને રાખીને ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, રાજકીય પક્ષોએ AIનો દુરુપયોગ ન કરવો જોઈએ. બધા રાજકીય પક્ષો અને તેમના નેતાઓ, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અથવા જાહેરાતોમાં પોસ્ટ કરાયેલ AI વિડિઓઝ પર "AI-જનરેટેડ વિડિઓ" લેબલ સ્પષ્ટપણે લખશે. 

આ સમાચાર શેર કરો