VIDEO: 'દરેક પરિવારમાં એક વ્યક્તિને સરકારી નોકરી', બિહાર ચૂંટણી પહેલા તેજસ્વીનું મોટું એલાન

સોર્સ : google
રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે આજે બિહારના લોકોને એક મોટું વચન આપ્યું. ચૂંટણી પહેલા સંકલ્પપત્ર રજૂ કરતા તેજસ્વી યાદવે દરેક ઘર માટે સરકારી નોકરીનું વચન આપતા કહ્યું કે, સરકાર બન્યાના 20 દિવસની અંદર તેઓ આ અંગે કાયદો બનાવશે અને 20 મહિનાની અંદર દરેક પરિવારને સરકારી નોકરી મળશે.
તેજસ્વીએ આજે પટનામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારી સરકાર બનતાની સાથે જ જે પરિવારો પાસે સરકારી નોકરી નથી તેમને પણ સરકારી નોકરી મળશે. સરકાર બન્યાના 20 દિવસની અંદર એક કાયદો બનાવવામાં આવશે અને સરકાર એવા પરિવારોને નોકરી આપશે જેમાં પરિવારમાં કોઈને પણ સરકારી નોકરી નહીં હોય. તેમણે કહ્યું કે 20 મહિનાની અંદર એવું કોઈ ઘર નહીં હોય જ્યાં સરકારી નોકરી નહીં હોય.

