બિહારમાં આચારસંહિતાના ઉલ્લંઘન બદલ સાંસદ પપ્પુ યાદવ પર FIR, લાગ્યા આ ગંભીર આરોપ

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ની જાહેરાત થયા બાદ આચારસંહિતા અમલી છે. ત્યારે માધેપુરાના સાંસદ પપ્પુ યાદવે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને પૈસા વહેંચવાનો તેમના પર આરોપ છે, જેના કારણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે.
આ ઘટના વૈશાલી જિલ્લાના દેસારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ બાદ પોલીસે દેસારી પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.
શું હતી ઘટના
મહાનાર સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) નીરજ કુમારે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, સાંસંદ સંદર્ભે માહિતી મળતાં, સહદેઈ બુઝુર્ગના સર્કલ ઓફિસરને તપાસ સોંપી યોગ્ય કાનૂની કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં પપ્પુ યાદવ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમના પર લોકોમાં રોકડ વહેંચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટીતંત્ર હરકતમાં આવી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી.
રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.
એસડીઓ નીરજ કુમારે જણાવ્યું હતું કે આ મામલો ગંભીર છે અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. "અમે સીઓને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે પૈસા વહેંચણીની ઘટના અંગે પૂરતા પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. જો આરોપો સાચા સાબિત થશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આચારસંહિતા હેઠળ આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે અને સજાને પાત્ર છે.
જો કે પપ્પુ યાદવ તરફથી આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે, આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. વિપક્ષોએ વિરોધ પક્ષોને લોકશાહી સાથે છેડછાડ ગણાવી જ્યારે પપ્પુ યાદવના સમર્થકોનું કહેવું છે કે આ રાજકીય ષડયંત્ર છે.

