મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પુલવામા હુમલા સમયે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા સત્યપાલ મલિક, PM મોદીને લઇને કર્યો હતો મોટો દાવો

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે નિધન થયું છે. સત્યપાલ મલિક જમ્મુ ક

પુલવામા હુમલા સમયે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા સત્યપાલ મલિક, PM મોદીને લઇને કર્યો હતો મોટો દાવો

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે નિધન થયું છે. સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલયના રાજ્યપાલ રહી ચુક્યા છે. પુલવામા હુમલા સમયે સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા. સત્યપાલ મલિકે આ હુમલા બાદ મોટો ખુલાસો કરતા તેને ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા ગણાવ્યો હતો.

પુલવામા હુમલા સમયે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા સત્યપાલ મલિક

14 ફેબ્રુઆરી 2019માં જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના રાજ્યપાલસ હતા. આ હુમલા અંગે સત્યપાલ મલિકે કેટલાક વિવાદાસ્પદ દાવાઓ કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે પુલવામા હુમલો, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, તે સુરક્ષા ચૂક અને ગુપ્તચર નિષ્ફળતાને કારણે થયો હતો. 

સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકો ભરેલી ગાડી પુલવામા સુધી પહોંચી અને ગુપ્તચર એજન્સીઓને તેની કોઈ જાણકારી નહોતી, જે એક મોટી ચૂક હતી.

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલે જણાવ્યું હતું કે, CRPFના કાફલાને હવાઈ માર્ગે ખસેડવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેને મંજૂરી નહોતી આપવામાં આવી. તેમનું કહેવું હતું કે જો જવાનોને હેલિકોપ્ટર દ્વારા ખસેડવામાં આવ્યા હોત, તો આ હુમલો ટાળી શકાયો હોત.

મલિકે રાજકીય દબાણનો લગાવ્યો હતો આરોપ

સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે હુમલા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાત કરી હતી પરંતુ તેમને આ ઘટનામાં ચૂપ રહેવા અને તેનું રાજકારણ ના કરવા જણાવવામાં આવ્યું હતું. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે આ ઘટનાને રાજકીય ફાયદા માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે.
 
સત્યપાલ મલિક ઓગસ્ટ 2018થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ રહ્યાં હતા. સત્યપાલ મલિકના કાર્યકાળ દરમિયાન જ 5 ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370ને હટાવવામાં આવી હતી અને જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી બે કેન્દ્ર શાસિત પ્રદેશ- જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. સંયોગની વાત છે કે આજના આ નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે અને તે દિવસે જ સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા છે. જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થયા બાદ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે બાદ ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના રાજ્યપાલના રૂપમાં પણ કામ કર્યું હતું.

આ સમાચાર શેર કરો