અખિલેશ યાદવનો મોટો દાવ! કાકા શિવપાલ નહીં આ ધારાસભ્યને બનાવ્યા યુપી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મોટો દાંવ રમ્યો છે. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના સીનિયર નેતા અને ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે.
સાંસદ બન્યા પહેલા આ પદ ખુદ અખિલેશ યાદવે પોતાની પાસે રાખ્યુ હતું પરંતુ હવે તેમને નવા નામની જાહેરાત કરી છે. ચર્ચા હતી કે અખિલેશ પોતાના કાકા શિવપાલ યાદવને આ પદ સોપી શકે છે પરંતુ તેમને પાર્ટીના સીનિયર નેતાનું નામ પસંદ કર્યું હતું.
સમાજવાદી પાર્ટીએ માતા પ્રસાદ પાંડેને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. અખિલેશ યાદવે વિધાનસભામાં પોતાના ઉત્તરાધિકારી પૂર્વાચલના બ્રાહ્મણ ચહેરા માતા પ્રસાદ પાંડેને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે.
આ પહેલા સમાજવાદી પાર્ટીએ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં ધારાસભ્યોએ યુપી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પસંદ કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ પર જવાબદારી છોડી દીધી હતી. અખિલેશ યાદવે વિધાનસભાના પૂર્વ સ્પીકર માતા પ્રસાદ પાંડેના નામ પર અંતિમ મોહર મારી હતી.
ઇટાવા બેઠક પરથી ધારાસભ્ય છે માતા પ્રસાદ પાંડે
માતા પ્રસાદ પાંડે સિદ્ધાર્થનગરના ઇટાવા બેઠક પર ધારાસભ્ય છે. તે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બે વખત અધ્યક્ષ રહી ચુક્યા છે.એવું કહેવામાં આવતું હતું કે અખિલેશ યાદવ પોતાના PDA ફોર્મૂલા હેઠળ પછાત સમાજમાંથી આવતા કોઇ ચહેરાને વિરોધ પક્ષના નેતા બનાવશે. જોકે, તેમને ફરી એક વખત પૂર્વાંચલથી આવતા માતા પ્રસાદ પાંડેને મોટી જવાબદારી સોપી છે. માતા પ્રસાદને અખિલેશ યાદવની નજીક ગણવામાં આવે છે.

