પદ્મશ્રી ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
Zakir Hussain passes away : વિશ્વ પ્રખ્યાત તબલા વાદક પદ્મશ્રી ઝાકીર હુસૈન અમેરિક

Zakir Hussain passes away : વિશ્વ પ્રખ્યાત તબલા વાદક પદ્મશ્રી ઝાકીર હુસૈન અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરમ સંગીતમાં લીન થયા છે. જાજરમાન તબલા ઉસ્તાદ અને સંગીતકાર, ઉસ્તાદ ઝાકિર હુસૈનને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 73 વર્ષીય સંગીતકારની ત્યાં સારવાર ચાલી રહી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
9 માર્ચ 1951એ મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસૈનને ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા હતા. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે. હાલ, રાજકીય, ફિલ્મ જગત અને સંગીત જગતની હસ્તિઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
ત્રણ વર્ષની ઉંમરે રિધમ શીખવાનું શરૂ કર્યું
ઝાકિર હુસૈનનો જન્મ મુંબઈમાં થયો હતો. ઝાકીરને બાળપણથી જ તબલાનો ખૂબ શોખ હતો અને તેણે તેના પિતા પાસેથી તેની ટ્રિક પણ શીખી હતી. માત્ર ત્રણ વર્ષની ઉંમરે, તેણે તાલ વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. ઝાકિરનો પહેલો કોન્સર્ટ જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારે કર્યો હતો. આ પછી, તેણે 11 વર્ષની ઉંમરે પ્રવાસ કરવાનું શરૂ કર્યું. આ પછી, જ્યારે ઝાકિરને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું, ત્યારે તે આવું કરનાર પ્રથમ ભારતીય હતા.
ભારત પ્રવાસની જાહેરાત કરી હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ઝાકિર હુસૈનની 'એઝ વી સ્પીક'એ ભારત પ્રવાસની જાહેરાત કરી હતી. તેમાં ઘણા મોટા કલાકારોની ભાગીદારીની વાત હતી અને આ પ્રવાસ આવતા વર્ષે એટલે કે 2025માં જાન્યુઆરીમાં શરૂ થવા જઈ રહ્યો છે. દરમિયાન, હવે ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી દરેકનું દિલ તૂટી ગયું છે. દરેક ચાહકો અત્યંત દુઃખી છે અને ઝાકિરના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઝાકિર હુસૈનને આ વર્ષે મળ્યો હતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ
આ વર્ષે લોસ એન્જલિસમાં યોજાયેલા 66મા ગ્રેમી એવોર્ડસમાં ભારતનો જયઘોષ થયો હતો. તબલાં વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના બેન્ડ 'શક્તિ'ને તેમનાં મ્યુઝિક આલ્બમ 'ધિસ મોમેન્ટ ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ આપ્યો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈને ત્રણ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. લિજન્ડરી ઈંગ્લિશ ગિટારિસ્ટ જૌન મૈકલોલિને 1973માં ઝાકિર હુસૈન, ટી.એચ.' વિક્કુ ', વિનાયર રામ સાથે ફ્યૂઝન બેન્ડ 'શક્તિ'ની શરુઆત કરી હતી. જોકે, 1977 બાદ આ બેન્ડ બહુ સક્રિય રહ્યું ન હતું. 1997માં ફરી મૈકલોલિને આ જ સંકલ્પના સાથે 'રિમેમ્બર શક્તિ' બેન્ડ બનાવ્યું હતું. તેમાં ટી. એચ. 'વિક્કુ', વિનાયકરામના પુત્ર વી. સેલ્વાગણેશ, મેન્ડલિન પ્લેયર યૂ. શ્રીનિવાસ તથા શંકર મહાદેવન સામેલ થયા હતા. 2020માં ફરી આ બેન્ડના કલાકારો ફરી સાથે જોડાયા હતા. મૂળ બેન્ડની રચનાના 46 વર્ષ બાદ તેમણે ગત જૂનમાં 'ધિસ મોમેન્ટ' આલ્બમની રચના કરી હતી અને તેને હવે સીધો ગ્રેમી એવોર્ડ મળ્યો છે.








