મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં લુટિયન્સ vs રાજાજીની પ્રતિમાનો મુદ્દો ગરમાયો, PM MODIના નિવેદનથી છેડાયો નવો જંગ

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના નિવેદનથી દિલ્હીના વાસ્તુકાર ગણાતા લુટિયંસ અને રાજાજીને

દિલ્હીમાં લુટિયન્સ vs રાજાજીની પ્રતિમાનો મુદ્દો ગરમાયો, PM MODIના નિવેદનથી છેડાયો નવો જંગ

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના નિવેદનથી દિલ્હીના વાસ્તુકાર ગણાતા લુટિયંસ અને રાજાજીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, હવે બ્રિટિશ વાસ્તુકાર એડવિન લૂટિયંસની પ્રતિમાને રાષ્ટ્રપતિ ભવનથી હટાવી દેવામાં આવશે. હવે લૂટિયંસની જગ્યાએ રાજાજીની પ્રતિમા લગાવવામાં આવશે. 

પીએમ મોદીના નિવેદન પછી સવાલ ઉઠી હ્યા છે કે આખરે આ પ્રતિમાઓની અદલાબદલીથી શું સંદેશ આપવા માગે છે. રાષ્ટ્રપતિ ભવનમાં લુટિયન્સનું સ્થાન લેનારા રાજાજી કોણ છે. જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાજાજી ઉત્સવ ઉજવવામાં આવશે. 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારા રાજાજી ઉત્સવ દરમિયાન સી. રાજગોપાલાચારી પર એક પ્રદર્શન પણ યોજાશે.

રાજાજી અને રાષ્ટ્રપતિ ભવન વચ્ચેનું જોડાણ

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર-જનરલ સી. રાજગોપાલાચારીને "રાજાજી" ના હુલામણા નામથી બોલાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે લ્યુટિયન્સની પ્રતિમાની જગ્યાએ હવે સી. રાજગોપાલાચારીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના "મન કી બાત" ભાષણમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભવન ખાતે બ્રિટીશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સની પ્રતિમાની જગ્યાએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર-જનરલ સી. રાજગોપાલાચારીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદીએ તેમના ભાષણમાં સી. રાજગોપાલાચારીને એવા નેતાઓમાંના એક ગણાવ્યા જેઓ સત્તાને પદ નહીં પણ સેવાનું એક સ્વરૂપ માનતા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં રાજગોપાલાચારીનું આચરણ, સંયમ અને સ્વતંત્ર વિચારસરણી આપણને પ્રેરણા આપે છે.

રાજાજી સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ હતા (૧૯૪૮-૧૯૫૦). આજનું રાષ્ટ્રપતિ ભવન ગવર્નર-જનરલનું સત્તાવાર નિવાસસ્થાન હતું, જે પહેલા વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું. આનો અર્થ એ થયો કે બ્રિટિશ શાસન દરમિયાન વાઇસરોય જે ઇમારતમાં રહેતા હતા તે જ ઇમારત સ્વતંત્ર ભારતમાં રાજાજી રહેતા હતા, જે દેશમાં સર્વોચ્ચ બંધારણીય પદ ધરાવે છે. આને વસાહતી સત્તાથી સ્વદેશી સત્તા પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં આ બદલાવ થકી મેસેજ આપવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રીય પ્રતીકોમાં વસાહતી વ્યક્તિત્વોની જગ્યાએ સ્વતંત્રતા આંદોલન અને ભારતીય નેતૃત્વ સાથે જોડાયેલા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

રાજાજીનું યોગદાન

રાજાજી એક સમાજ સુધારક, મહાન વિચારક અને સક્ષમ પ્રશાસક તરીકે જાણીતા છે. તેમનો જન્મ 10 ડિસેમ્બર, 1878 ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સી (હાલના તમિલનાડુ) ના સેલમ જિલ્લાના થોરાપલ્લી ગામમાં થયો હતો. રાજગોપાલાચારીએ તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની શાળામાં મેળવ્યું. તેમણે બેંગ્લોરની સેન્ટ્રલ હિન્દુ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ લો કોલેજમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો.

લોકમાન્ય બાલ ગંગાધર તિલકના દરેક ભારતીયને સંપૂર્ણ સ્વતંત્રતા માટે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવાના આહ્વાનથી રાજાજી ખૂબ પ્રભાવિત થયા. તેઓ તિલકને પોતાના માર્ગદર્શક માનતા હતા. રાજાજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા બાદ જુલાઈ 1917 માં સેલમ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકે નામાંકિત થયા. ત્યારબાદ રાજાજીએ ઘણા ઐતિહાસિક જાહેર કાર્યો પૂર્ણ કર્યા. રાજગોપાલાચારી એક નાની ઝૂંપડીમાં રહેતા હતા. 12 માર્ચ, 1930 ના રોજ, જ્યારે ગાંધીજીએ ઐતિહાસિક દાંડી કૂચનું આયોજન કર્યું, ત્યારે રાજગોપાલાચારીએ મીઠાના કાયદાને તોડવા માટે મદ્રાસ પ્રાંતમાં દરિયા કિનારે લાંબી કૂચનું નેતૃત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી અને છ મહિના સુધી જેલમાં રહ્યા. ત્યારબાદ રાજાજી રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા.

તેમણે ૧૯૩૭માં તત્કાલીન મદ્રાસ પ્રાંતના વડા પ્રધાન તરીકે પણ સેવા આપી. સ્વતંત્રતા પછી, રાજાજીને બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૭માં, જ્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટનનો કાર્યકાળ પૂરો થયો, ત્યારે ચક્રવર્તી રાજાજીને આ પદ માટે ચૂંટવામાં આવ્યા. ૧૯૫૦માં સરદાર પટેલના મૃત્યુ પછી રાજગોપાલાચારીને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજાજીને રાષ્ટ્ર પ્રત્યેની તેમની પ્રતિભાશાળી સેવાઓ માટે ૧૯૫૪માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થનારા પ્રથમ વ્યક્તિ હતા. ૨૫ ડિસેમ્બર, ૧૯૭૨ના રોજ ૯૩ વર્ષની વયે તેમનું અવસાન થયું.

લુટિયન્સ કોણ હતા?

એડવિન લુટિયન્સ એક પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ હતા, જે ભારતની રાજધાની નવી દિલ્હીની ડિઝાઇન માટે જાણીતા હતા. ૧૯૧૧માં જ્યારે અંગ્રેજોએ રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનો નિર્ણય લેવાયો ત્યારે લુટિયન્સને નવી દિલ્હીનું આયોજન અને ડિઝાઇન સોંપવામાં આવી. તેમણે રાષ્ટ્રપતિ ભવન (તે સમયે વાઈસરોયનું ઘર), નોર્થ બ્લોક, સાઉથ બ્લોક અને રાજપથ વિસ્તારની ડિઝાઇન બનાવી. આ જ કારણ છે કે દિલ્હીનો કેન્દ્રીય વહીવટી વિસ્તાર હજુ પણ "લુટિયન્સ દિલ્હી" તરીકે ઓળખાય છે. 

આ સમાચાર શેર કરો