મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હવે જનતા જાગી ગઇ છે', વોટ ચોરીને લઇ રાહુલ ગાંધીએ EC પર સાધ્યું નિશાન; વીડિયો શેર કર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઇને ફરી એક વખત ચૂંટણી પંચને ઘેર્યું છે. રાહુલ ગાંધીએ લાપતા વોટ લખીને એક બોલિવ

'હવે જનતા જાગી ગઇ છે', વોટ ચોરીને લઇ રાહુલ ગાંધીએ EC પર સાધ્યું નિશાન; વીડિયો શેર કર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઇને ફરી એક વખત ચૂંટણી પંચને ઘેર્યું છે. રાહુલ ગાંધીએ લાપતા વોટ લખીને એક બોલિવૂડ ફિલ્મનો વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ લખ્યુ કે ચોરી ચોરી, ચુપકે ચુપકે અબ નહીં, જનતા જાગ ચુકી હૈં.

કોંગ્રેસે પણ એક વીડિયો શેર કરતા એક્સ પર લખ્યુ કે તમારા વોટની ચોરી, અધિકારોની ચોરી છે. આવો આપણે મળીને વોટ ચોરી વિરૂદ્ધ અવાજ ઉઠાવીયે અને પોતાના અધિકારોને બચાવીયે...

રાહુલ ગાંધીએ શેર કર્યો વીડિયો

રાહુલ ગાંધી તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં એમ કહેતો સંભળાય છે કે તેનો વોટ ચોરી લેવામાં આવ્યો છે. તે અધિકારીઓને કહે છે કે લાખો વોટ ચોરવામાં આવી રહ્યાં છે. પોલીસકર્મી વિચારમાં પડે છે કે શું તેનો વોટ પણ ચોરવામાં આવ્યો છે? એક મિનિટ લાંબા વીડિયોનું ટાઇટલ છે 'લાપતા વોટ' છે. તાજેતરમાં આવેલી એક ફિલ્મના ટાઇટલ પરથી લેવામાં આવ્યું છે.

શું છે વિવાદ?

ભારતીય રાજકારણમાં વોટ ચોરીનો વિવાદ ચાલી રહ્યો છે જેમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વોટ ચોરીનો મુદ્દો  કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઉઠાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં, ખાસ કરીને કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં, મતદાર યાદીઓમાં ગંભીર ગડબડીઓ થઇ હતી. રાહુલ ગાંધીએ આ ગડબડને વોટ ચોરી તરીકે ઓળખાવી ચૂંટણી પંચ તેમજ ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓએ મળીને મતદાર યાદીઓમાં હેરફેર કરીને ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કર્યા છે.

આ સમાચાર શેર કરો