મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખોટી વાતો ફેલાવવા રાહુલ ગાંધી 'વોટ ચોરી' જેવા શબ્દોનો પ્રયોગ ના કરે: ચૂંટણી પંચની સલાહ

લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ઉપર લગાવેલા

ખોટી વાતો ફેલાવવા રાહુલ ગાંધી 'વોટ ચોરી' જેવા શબ્દોનો પ્રયોગ ના કરે: ચૂંટણી પંચની સલાહ

લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ઉપર  લગાવેલા મતદાર યાદીમાં ગેરરીતિનાના આરોપ અને એક વ્યક્તિ એક વોટ અંગે હવે ચૂંટણીપંચે પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને યાદ અપાવતા કહ્યું કે, દેશમાં 1951-52માં થયેલી પહેલી સામાન્ય ચૂંટણી સમયથી જ એક વ્યક્તિ એક વોટનો સિદ્ધાંત અમલી છે. અંગ્રેજોથી સ્વતંત્રતા મળ્યા બાદ અને લોકશાહીની શરૂઆત થયા પછી 1952માં પહેલી ચૂંટણીઓ યોજાઈ હતી. પંચે કહ્યું કે એક વ્યક્તિ એક મતનો મુદ્દો કોઈ નવી વાત નથી.

ચૂંટણી પંચે કહ્યું કે જો કોઈની પાસે એવા પુરાવા હોય કે કોઈ વ્યક્તિએ ચૂંટણીમાં બે વાર મતદાન કર્યું, તેની માહિતી શેર કરો. કોઈપણ વ્યક્તિ આવી માહિતી મળે તો એફિડેવિટ સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ યોગ્ય રીત છે. પરંતુ તેના બદલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ પુરાવા વિના ચોર કહેવા તે ખોટું છે. આનાથી ભારતની ચૂંટણી પ્રક્રિયા પર અસર થશે અને તેનું સન્માન ઘટશે.

રાહુલ ગાંધીના સતત હુમલાઓ વચ્ચે ચૂંટણી પંચે કહ્યું કે,  'મત ચોરી' જેવા ગંદા શબ્દોનો ઉપયોગ કરીને ખોટી વાતો બનાવવાને બદલે પુરાવા પૂરા પાડો. "એક વ્યક્તિ એક મત" નો કાયદો 1951-1952 માં યોજાયેલી પ્રથમ ચૂંટણીઓથી અસ્તિત્વમાં છે. ભારતીય મતદારો માટે "મત ચોરી" જેવા "ગંદા શબ્દપ્રયોગો કરીને ખોટી વાતોનો પ્રયાસ કરવો એ માત્ર કરોડો ભારતીય મતદારોની જ નહીં પરંતુ લાખો ચૂંટણી કર્મચારીઓની પ્રામાણિકતા પર સીધો હુમલો છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા ગાંધીએ ગયા અઠવાડિયે ચૂંટણી ડેટા એનાલીસીસના આંક ટાંકીને આરોપ લગાવ્યો હતો કે 2024 ની ચૂંટણીમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં એક લાખથી વધુ મત "ચોરી" થયા હતા, જેના પરિણામે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. ચૂંટણી પંચે  રાહુલ ગાંધીને તેમના દાવાઓ અંગે લેખિત સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું.

આ સમાચાર શેર કરો