'મારા જીવને જોખમ' રાહુલ ગાંધીનો પૂણે કોર્ટમાં દાવો, મહાત્મા ગાંધીની હત્યાનો પણ કર્યો ઉલ્લેખ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પૂણેની એક કોર્ટમાં અરજી કરી દાવો કર્યો છે કે તેમના જીવને ખતરો છે. આ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પૂણેની એક કોર્ટમાં અરજી કરી દાવો કર્યો છે કે તેમના જીવને ખતરો છે. આ અરજી સાવરકર પર ટિપ્પણી સાથે જોડાયેલી માનહાનિ કેસમાં કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઇતિહાસને ખુદ દોહરાવવાની પરવાનગી ના આપવી જોઇએ.
રાહુલ ગાંધીના જીવને ખતરો
રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તાજેતરમાં તેમણે ઉઠાવેલા રાજકીય મુદ્દાઓ અને સાવરકર પર અગાઉ કરેલી ટિપ્પણીઓને કારણે તેમની સુરક્ષા જોખમમાં છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે. ફરિયાદીના પરિવારનો હિંસા અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓનો દસ્તાવેજી ઇતિહાસ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે એ સ્પષ્ટ, તાર્કિક અને નક્કર આશંકા છે કે મને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે, ખોટા કેસોમાં ફસાવી શકાય છે અથવા અન્ય રીતે નિશાન બનાવવામાં આવી શકે છે. ફરિયાદીના પરિવારનો હિંસાનો ઇતિહાસ રહ્યો છે. ઇતિહાસને પુનરાવર્તિત થવા દેવો જોઈએ નહીં. તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.

ભાજપના નેતાઓ તરફથી ધમકીઓના દાવા
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે 'વોટ ચોરી'ના આરોપોએ તેમના રાજકીય વિરોધીઓ ગુસ્સે ભરાયા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમને ભાજપ તરફથી બે જાહેર ધમકીઓ મળી છે. આમાં કેન્દ્રીય મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ તેમને 'દેશનો નંબર વન આતંકવાદી' કહ્યા હતા. ભાજપના નેતા તરવિંદર સિંહ મારવાહે પણ તેમને ધમકી આપી હતી.
રાહુલ ગાંધીએ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમની સુરક્ષા માટે આ ધમકીઓને ગંભીરતાથી લે, કારણ કે તેમના જીવ માટેનો ખતરો વાસ્તવિક અને ગંભીર છે.