મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતના નાગરિક બન્યાના 3 વર્ષ પહેલા જ સોનિયા ગાંધીનું નામ વોટર લિસ્ટમાં હતું, ભાજપે ઉઠાવ્યા સવાલ

બિહારમાં મતદારોના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર સંસદ

ભારતના નાગરિક બન્યાના 3 વર્ષ પહેલા જ સોનિયા ગાંધીનું નામ વોટર લિસ્ટમાં હતું, ભાજપે ઉઠાવ્યા સવાલ

બિહારમાં મતદારોના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર સંસદથી લઈને રસ્તાઓ અને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ ચાલી રહી છે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પંચ અને ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવીને હુમલો કરી રહ્યા છે, ત્યારે ભાજપે આ મુદ્દે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર વળતો પ્રહાર કર્યો છે. 

ભાજપ IT સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવતા દાવો કર્યો કે SIR પર હોબાળો મચાવનારા રાહુલ ગાંધીની માતા અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ભારતના નાગરિક બન્યા પહેલા જ ભારતમાં મતદાર બની ગયા હતા. ભારતીય નાગરિકતા લીધા પહેલા જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા X પર લખેલી એક પોસ્ટમાં અમિત માલવિયાએ દાવો કર્યો છે કે, "ભારતની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ ઉમેરાયું એ ચૂંટણી કાયદાઓનું ઘોર ઉલ્લંઘન છે. કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધી અયોગ્ય અને ગેરકાયદેસર મતદારોને નિયમિત કરવાના પક્ષમાં છે અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરી રહ્યા છે.

માલવિયાએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, સોનિયા ગાંધીનું નામ પહેલી વાર ૧૯૮૦માં મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. આ વાત તેમના ભારતીય નાગરિક બન્યાના ત્રણ વર્ષ પહેલાંની છે. સોનિયા ગાંધી પાસે એ સમયે ઇટાલિયન નાગરિકતા હતી.
 
એ સમયે સોનિયા ગાંધી અને તેમનો પરિવાર દેશના તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના આધિકારિક આવાસ1, સફદરજંગ રોડ પર રહેતા હતા. આ પહેલા આ એડ્રેસ પર મતદાતા તરીકે ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધી જ હતા. 1980માં નવી દિલ્હીમાં સંસદીય ક્ષેત્રની મતદાર યાદીમાં 1 જાન્યુઆરી 1980માં સુધારો કરાયો હતો. એ સમયે સોનિયા ગાંધીનું નામ મતદાન કેન્દ્ર 145 અને મતદાતા લિસ્ટમાં ક્રમ નંબર 388 ઉમેરાયું. 

માલવિયાએ આરોપ લગાવ્યો કે મતદાર લિસ્ટમાં આ એન્ટ્રી કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. મતદાતાના તરીકે નોંધણી માટે કોઈ વ્યક્તિનું ભારતીય નાગરિક હોવું જરૂરી છે. માલવીયાએ દાવો કર્યો કે 1982માં ભારે વિરોધ પછી તેમનું નામ લીસ્ટમાંથી હટાવી દીધું હતું અને 1983માં ફરીથી મતદાતા લિસ્ટમાં નામ શામેલ કરાયું. પરંતુ લિસ્ટમાં તેમનું નામ ઉમેરાતા ગંભીર સવાલ ઊભા કરી દીધા.

સોનિયા ગાંધીને નાગરિકતા ક્યારે મળી?

માલવિયાએ આ બાબતમાં વધુ સ્પષ્ટતા કરતા લખ્યું, “તે વર્ષે મતદાર યાદીના નવા સુધારામાં સોનિયા ગાંધીનું નામ મતદાન મથક 140 પર સીરીયલ નંબર 236 પર મતદાર તરીકે નોંધાયેલું હતું અને નોંધણીની પાત્રતા તારીખ 1 જાન્યુઆરી, 1983 હતી, જ્યારે સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા ફક્ત 30 એપ્રિલ, 1983 ના રોજ મળી હતી. 

મતદાર યાદીમાં બે વાર નામ ઉમેરાયું
માલવિયાએ દાવો કરતા લખ્યું કે, સોનિયા ગાંધીનું નામ મૂળભૂત નાગરિકતાની જરૂરિયાત પૂરી કર્યા વિના મતદાર યાદીમાં બે વાર નોંધાયેલું હતું. પ્રથમ 1980માં ઇટાલિયન નાગરિક તરીકે અને પછી 1983માં કાયદેસર રીતે ભારતીય નાગરિક બન્યા તેના થોડા મહિના પહેલા. અમે એ નથી પૂછતા કે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાના 15 વર્ષ પછી તેમણે ભારતીય નાગરિકતા સ્વીકારવામાં વિલંબ કેમ કર્યો? જો આ સ્પષ્ટ ચૂંટણી ગેરરીતિ નથી, તો શું છે?”

આ સમાચાર શેર કરો