'ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં', બિહાર વોટર લિસ્ટ વિવાદ વચ્ચે જગનમોહન રેડ્ડીના દાવાથી રાજકારણ ગરમાયું
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ મુ

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને લઇને મોટો દાવો કર્યો છે. જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા ચંદ્રબાબુ નાયડુ હૉટલાઇન પર રાહુલ ગાંધીના સંપર્કમાં છે.જગનમોહન રેડ્ડીના દાવા બાદ રાજકારણ ગરમાયું છે.
જગનમોહન રેડ્ડીનો ચંદ્રબાબુ નાયડુને લઇને મોટો દાવો
જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, 'જ્યારે રાહુલ ગાંધી વોટ ચોરીની વાત કરે છે તો તે આંધ્ર પ્રદેશ વિશે નિવેદન કેમ નથી આપતા, જ્યાં પરિણામ જાહેર અને મતગણતરીના દિવસના પરિણામ વચ્ચે સૌથી વધુ 12.5% મતનું અંતર છે. તે અરવિંદ કેજરીવાલ વિશે કેમ નથી બોલતા? જ્યારે કેજરીવાલ ખુદ ધારાસભ્યની ચૂંટણી હારી ગયા હતા.'
જગનમોહન રેડ્ડીએ કહ્યું, 'રાહુલ ગાંધી આંધ્ર વિશે એટલા માટે વાત નથી કરતા કારણ કે ચંદ્રબાબુ નાયડુ રેવંત રેડ્ડી દ્વારા હૉટલાઇન પર રાહુલ ગાંધીના સંપર્કમાં છે..હું રાહુલ ગાંધી જેવા વ્યક્તિ પર શું ટિપ્પણી કરૂં, જે ખુદ પોતાના કામ પ્રત્યે ઇમાનદાર નથી?'
ચંદ્રબાબુ નાયડુ-નીતિશ કુમારની NDA સરકારમાં મહત્ત્વની ભૂમિકા
ચંદ્રબાબુ નાયડુ (TDPના નેતા) અને નીતિશ કુમાર (JDU)ના નેતા ભારતીય જનતા પાર્ટી (BJP) NDA (નેશનલ ડેમોક્રેટિક ઍલાયન્સ) સરકારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં BJPએ 240 બેઠકો જીતી હતી. સરકાર બનાવવા માટે (272) ગઠબંધન સાથીઓની જરૂર પડી હતી. TDPએ 16 અને JDUએ 12 બેઠક જીતી હતી જેનાથી NDAની કૂલ મળીન 293 બેઠક થઇ હતી.








