મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વોટ ચોરી'ના આરોપમાં વિપક્ષનો હલ્લાબોલ, રાહુલ ગાંધી સહિતના નેતાઓને અટકાયત પછી પોલીસે છોડ્યા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં વિપક્ષી પાર્ટીઓના સાંસદ ચૂંટણી પંચ સુધી રેલી કાઢી રહ્યાં છે. કોંગ્રેસ સહિત વ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં વિપક્ષી પાર્ટીઓના સાંસદ ચૂંટણી પંચ સુધી રેલી કાઢી રહ્યાં છે. કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદ સંસદ ભવનના મકર દ્વારથી રેલીમાં જોડાયા છે. આ રેલી SIR પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા 'વોટ ચોરી'ના આરોપોને લઇને કાઢવામાં આવી છે. જોકે, પોલીસે રસ્તામાં જ રાહુલ ગાંધી સહિતના સાંસદોને ડિટેઇન કર્યા હતા. તે બાદ પોલીસ સ્ટેશનમાં થોડો સમય બેસાડી રાખ્યા બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વિપક્ષના તમામ પક્ષોના સાંસદોએ ભાગ લીધો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ડીએમકે ઉપરાંત અન્ય પક્ષો વોટ ચોરી વિરૂદ્ધની મોર્ચા રેલીમાં જોડાયા છે. આ રેલીમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ સામેલ છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ રેલીમાં જોડાયા છે. અખિલેશ યાદવનું કહેવું છે કે ચૂંટણી પંચ પર કેટલીક વખત સવાલ ઉભા થયા છે. જો ફરિયાદ છે તો ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઇએ. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં વોટની લૂંટ થઇ રહી છે, તેમણે કહ્યું કે સંસદમાં અમે પોતાની વાત કહેવા માંગીએ છીએ પરંતુ સરકાર સાંભળવા માંગતી નથી. દોષી લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ.

30 લોકોને ચૂંટણી પંચની ઓફિસ જવાની પરવાનગી-દિલ્હી પોલીસ

નવી દિલ્હીના DCP દેવેશ કુમાર મહલાએ કહ્યું, 'અમે ચૂંટણી પંચના સતત સંપર્કમાં હતા અને ચૂંટણી પંચે અમને એક પત્ર મોકલ્યો હતો જેમાં કહ્યું હતું કે પાર્ટીના કોઇ પણ 30 લોકો ચૂંટણી પંચ સુધી આવી શકે છે પરંતુ 200થી વધુ નેતા અહીં આવ્યા  હતા. સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિથી તેમને રોકવામાં આવ્યા છે. કેટલાક સાંસદોએ બેરિકેડથી કૂદવાનો પણ પ્રયાસ કર્યો હતો.'

વિરોધ પ્રદર્શન દરમિયાન TMCના સાંસદ બેભાન થયા

TMC સાંસદ મહુઆ મોઇત્રા અને મિતાલી બાગ પ્રદર્શન દરમિયાન બેભાન થયા હતા, તેમને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

આ સમાચાર શેર કરો