'વોટ ચોરી'ની ફરિયાદ માટે વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર,ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ શરૂ કર્યું નવું અભિયાન

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 'વોટ ચોરી' વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતાએ એક વેબસાઇટ લોન્ચ કરી અને લોકોને ચૂંટણીમાં થતી ગડબડ વિરૂદ્ધ કેમ્પેઇનમાં સામેલ થવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'વોટ ચોરી' એક વ્યક્તિ, એક વોટના લોકશાહીના સિદ્ધાંત પર હુમલો છે.
ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીનું અભિયાન
સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું, 'સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે સ્વચ્છ મતદાર યાદી જરૂરી છે. ચૂંટણી પંચ પાસે અમારી સ્પષ્ટ માંગ છે- પારદર્શિતા બતાવો અને ડિજિટલ મતદાર યાદી સાર્વજનિક કરો જેથી જનતા અને રાજકીય પક્ષ ખુદ તેનું ઓડિટ કરી શકે. તમે પણ અમારી સાથે જોડાઇને આ માંગનું સમર્થન કરો- http://votechori.in/ecdemand પર જાઓ અથવા 9650003420 પર મિસ્ડ કોલ કરો.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, 'આ લડાઇ લોકશાહીની રક્ષાની છે.રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ લોકો તેમને સમર્થન આપવાની વાત કહી રહ્યાં છે. પોસ્ટના કોમેન્ટ બોક્સમાં કેટલાક લોકોએ પોતાનું સમર્થન સર્ટિફિકેટ પણ શેર કર્યું છે.
નેતાઓએ તથ્યો સાથે નિવેદન આપવું જોઇએ- ECI
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ચૂંટણી પંચે આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ આદિત્ય શ્રીવાસ્તવનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે આ ઘટનામાં 2018માં જ કાર્યવાહી થઇ ચુકી છે.
ચૂંટણી પંચ અનુસાર કોંગ્રેસના નેતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો તથ્યો પર આધારિત નથી અને તેનાથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉભા થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે લોકશાહીની પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા માટે નેતાઓએ તથ્યો અને પુરાવા સાથે નિવેદન આપવું જોઇએ.

