મુખ્ય સામગ્રી પર જાઓ

Video: બેંગલુરુની ફાઇવ સ્ટાર કોનરાડ હોટેલના સ્વિમિંગ પુલમાં વીજળીનો કરંટ લાગવાથી બે વિદેશી નાગરિકોના મોત, બે ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

બેંગલુરુની ફાઇવ સ્ટાર કોનરાડ હોટેલમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શુસાંજે હોટેલના સ્વિમિંગ પુલમાં વીજળીનો કરંટ વહેતા બે વિદેશી નાગરિકોના દુઃખદ અવસાન થયા છે. મૃતકોમાં લુફ્થાન્સા એરલાઇન્સના ક્રૂ મેમ્બર ૫૭ વર્ષીય એલેક્ઝાન્ડર અને IBM ના પ્રોજેક્ટ મેનેજર ૪૫ વર્ષીય જુરાજ હોરવાટ સામેલ છે. આ બંનેને બચાવવા જતાં એક અમેરિકન નાગરિક અને ૨૬ વર્ષીય ભારતીય પૂલ એટેન્ડન્ટ પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને મણિપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે બંને ઘાયલો હાલ ખતરાથી બહાર છે. હોટેલ મેનેજમેન્ટે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરી પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો