Video: દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ગંભીર આરોપ લગાવ્યા

સોર્સ: gstv

દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીનું નેતૃત્વ કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઊંઘી શકતા નથી. તેમણે મત ચોરીના પોતાના આરોપોનું પુનરાવર્તન કરતા દાવો કર્યો હતો કે જ્ઞાનેશ કુમાર વિના નરેન્દ્ર મોદી ક્યારેય વડાપ્રધાન ન બની શક્યા હોત અને અમિત શાહ ક્યારેય ગૃહમંત્રી ન બની શક્યા હોત. રાહુલ ગાંધીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામોને ગેરકાયદેસર ગણાવતા એમ પણ કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશ્નરને તેમના પદ પરથી હટાવીને જેલમાં મોકલી દેવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પીએમ મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમાર પ્રત્યે કોઈ નફરત રાખતા નથી અને હિંસા કે નફરતનો માર્ગ નહીં અપનાવે. પરંતુ અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિરોધ પક્ષ દેશનાં બંધારણને કોઈ પણ સંજોગોમાં નષ્ટ કરવા દેશે નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત