Video: હૈદરાબાદ ટાસ્ક ફોર્સે બોગસ આધારકાર્ડ બનાવતા શખ્સને ઝડપ્યો

પોલીસના જણાવ્યા અનુસાર બુડવેલ વિસ્તારમાં ફોટોકોપીની દુકાન ચલાવતો સિંહાદ્રી મહાદેવ નામનો શખ્સ ઓછી આવકના કારણે વધારાની કમાણી કરવા માટે નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ચલાવતો હતો. આરોપી કમ્પ્યુટર એડિટિંગ સોફ્ટવેરની મદદથી ગ્રાહકોના નામ, ફોટો, જન્મતારીખ અને સરનામામાં ફેરફાર કરીને 300 થી 1,000 સુધીની રકમ વસૂલતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ ફેક્ટરીઓમાં નોકરી મેળવવા, નકલી સિમકાર્ડ ખરીદવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થતો હતો. બાતમીના આધારે પહાડીશરીફ પોલીસે દરોડો પાડીને પ્રિન્ટર, લેમિનેશન મશીન, લેપટોપ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.







