મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અગ્નિવીર સ્કીમ સેનાની વિરૂદ્ધ, સત્તામાં આવ્યા તો ફાડીને ડસ્ટબિનમાં ફેંકીશું'- રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી 2024માં દિલ્હીમાં યોજાનારા છઠ્ઠા તબક્કાના મતદાન માટે I.N.D

'અગ્નિવીર સ્કીમ સેનાની વિરૂદ્ધ, સત્તામાં આવ્યા તો ફાડીને ડસ્ટબિનમાં ફેંકીશું'- રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી 2024માં દિલ્હીમાં યોજાનારા છઠ્ઠા તબક્કાના મતદાન માટે  I.N.D.I.A ગઠબંધન મહેનત કરી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર માટે દિલશાદ ગાર્ડનમાં એક જનસભા સંબોધી હતી. જનસભામાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા અને અગ્નિવીર સ્કીમને સેનાની વિરૂદ્ધ ગણાવી હતી.

બંધારણને બચાવવાની લડાઇમાં સાથ આપો- રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ ચૂંટણીમાં લડાઇ બંધારણને બચાવવાની છે. ભારતના કરોડો લોકો ઉભા છે, કોંગ્રેસ પાર્ટી ઉભી છે, જો તમે બંધારણ બદલવાનો પ્રયાસ કર્યો તો તમે જોઇ લેજો કે શું થાય છે?. રાહુલ ગાંધીએ કહ્યું કે કન્હૈયામાં ખેડૂતોની સમજ છે, આંતરરાષ્ટ્રીય મુદ્દાની પણ સમજ છે. જો કન્હૈયા મને કહે કે હું બાયોલોજિકલ નથી, મને પરમાત્માએ મોકલ્યો છે તો હું કહીશ કે ભાઇ આ વાત બહાર ના કરતા પરંતુ મોદીજી કહે છે કે હું બાયોલોજિકલ નથી, મને પરમાત્માએ મોકલ્યો છે. જો કોઇ રસ્તે ચાલતો વ્યક્તિ એમ કહે તો અમે કહીશું કે તમે જાઓ પોતાનું કામ કરો અને અમને અમારૂ કામ કરવા દો પરંતુ PMની આવી વાતો પર ચમચા વાહવાહી કરે છે. જ્યારે દેશમાં કોરોનાથી લોકો જીવ ગુમાવી રહ્યા હતા ત્યારે આ થાળી વગાડવા અને ટોર્ચ સળગાવવાનું કહેતા હતા."

અગ્નિવીર સ્કીમને લઇને કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે પરમાત્માને જેમને મોકલ્યા છે તે માત્ર 22 લોકો માટે કામ કરે છે.ગરીબ જનતા 24 કલાક હાથ જોડીને દેવા માફી માંગે, શિક્ષણ માંગે નરેન્દ્ર મોદી માત્ર જોતા રહે છે. તે માત્ર અંબાણી અને અદાણી માટે યોજના લાવે છે. માત્ર ઉદ્યોગપતિઓનું દેવુ માફ કરે છે. 

રાહુલ ગાંધીએ અગ્નિવીર સ્કીમનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ સેના વિરૂદ્ધ છે. અમે જીત્યા તો તેને ફાડીને ડસ્ટબીનમાં ફેકવાાન છીએ. પ્રથમ કામ, અમે તેને ખતમ કરવાના છીએ. આ નરેન્દ્ર મોદીજી લાવ્યા, આ સેના નથી લાવી માટે અમે તેને ખતમ કરીશું.

મહિલાઓને દર મહિને 8500 રૂપિયા આપીશું

રાહુલ ગાંધીએ કોંગ્રેસની મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 4 જૂન બાદ જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો જે પણ ગરીબ પરિવાર છે, ગરીબી રેખાની નીચે રહેતા તમામ પરિવારોની યાદી બનશે. કરોડો લોકોના નામ આવશે, તે બાદ અમે દરેક પરિવારમાંથી એક મહિલાને પસંદ કરીશું. તે બાદ આ પરિવારની મહિલાઓના ખાતામાં 4 જુલાઇએ 8500 રૂપિયા ટ્રાન્સફર થઇ જશે. આ કામ આગળ પણ ચાલતુ રહેશે. અમે દર મહિને મહિલાઓના ખાતામાં 8500 રૂપિયા મોકલતા રહીશું.

આ સમાચાર શેર કરો