'હરિયાણામાં 25 લાખ મતોની ચોરી થઇ, બ્રાઝીલની મૉડલે 10 બૂથ પર 22 વાર મતદાન કર્યું'- રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં વોટ ચોરીનો આરોપ લગાવતા ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં વોટ ચોરીનો આરોપ લગાવતા ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ 'H-FILES'નો હવાલો આપતા કહ્યું કે શંકા છે કે રાજ્યસ્તરે મોટી ગડબડ થઇ છે. રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલના પરિણામો પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે હરિયાણામાં તેમના ઉમેદવારોએ ગડબડની ફરિયાદ કરી હતી.
અમને કેટલાક રાજ્યમાંથી વોટ ચોરીની ફરિયાદો મળી છે-રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જીતતું હતું, પોસ્ટલ બેલેટમાં પણ કોંગ્રેસ આગળ હતું. હરિયાણામાં પોસ્ટલ વોટ અને અસલ વોટ અલગ છે. શરૂઆતમાં અમને તેના પર વિશ્વાસ ન થયો અને ઊંડી તપાસ બાદ હું 101% સત્ય સાથે આવ્યો છું.
હરિયાણા-કર્ણાટક-મધ્ય પ્રદેશમાં વોટ ચોરી પકડાઇ
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, હરિયાણામાં તમામ કોંગ્રેસની જીત બતાવતા હતા પણ કોંગ્રેસની જીતને વોટ ચોરી કરીને હારમાં બદલવામાં આવી.યુવાઓનું ભવિષ્ય ચોરવામાં આવી રહ્યું છે.
'ક્યારેક સીમા તો ક્યારેક સ્વીટી બની બ્રાઝીલની મૉડલે આપ્યો મત'- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરતા ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ બ્રાઝીલની એક મૉડલની તસવીર બતાવતા કહ્યું કે તેને ક્યારેક સ્વીટી તો ક્યારેક સીમા બનીને હરિયાણામાં 22 વખત મત આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હરિયાણામાં 25 લાખ મત ચોરી થયા છે.હરિયાણામાં કોંગ્રેસની જીતને હારમાં બદલવામાં આવી.તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જીતી રહી હતી. હરિયાણામાં માત્ર 22000 વોટથી કોંગ્રેસ હાર્યું છે.
હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે હરિયાણામાં જે થયું તે બિહારમાં પણ થશે. બિહારમાં મતદાર યાદીઓમાં ગોટાળા કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે મતદાર યાદી અમને છેલ્લી ઘડીએ આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ બિહારના ઘણા મતદારોને પણ સ્ટેજ પર આમંત્રિત કર્યા અને દાવો કર્યો કે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાંથી આખા પરિવારોના નામ દૂર કરવામાં આવ્યા છે. બિહારમાં લાખો લોકોના નામ પણ દૂર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ફક્ત સામાન્ય જનતા અને યુવાનો જ સત્ય અને અહિંસા દ્વારા લોકશાહી બચાવી શકે છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે દેશના લોકોને જુઠ્ઠું બોલ્યા : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે દાલચંદ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાર છે. તેમનો પુત્ર પણ હરિયાણામાં મતદાર છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મત આપે છે. ભાજપ સાથે જોડાયેલા હજારો લોકો છે. મથુરાના સરપંચ પ્રહલાદનું નામ પણ હરિયાણામાં ઘણી જગ્યાએ મતદાર યાદીમાં છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ પ્રહાર કરતા કહ્યું કે તેમણે દાવો કર્યો હતો કે જે લોકો પાસે ઘર નથી તેમના ઘરના નંબર શૂન્ય તરીકે નોંધાયેલા છે. રાહુલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો, જેમાં બેઘર લોકોની મતદાર યાદીમાં સૂચિબદ્ધ સરનામાં અંગે માહિતી આપવામાં આવી રહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ક્રોસ-ચેક કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે દેશના લોકોને ખુલ્લેઆમ ખોટું બોલ્યા.
હરિયાણામાં જે થયું તે બિહારમાં પણ થશે-રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે જે હરિયાણામાં થયું, તે બિહારમાં થશે. બિહારમાં પણ વોટર લિસ્ટમાં ગડબડ થઇ છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મતદાર યાદી અંતિમ સમયે આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં બિહારના કેટલાક વોટર્સને પણ સ્ટેજ પર બોલાવ્યા હતા અને દાવો કર્યો કે તેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા છે. આખા પરિવારના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા છે. બિહારમાં પણ લાખો લોકો નામ કાપવામાં આવ્યા છે. બિહારમાં પણ લાખો લોકોના નામ કપાયા છે.
રાહુલ ગાંધીએ હરિયાણાના મુખ્યમંત્રીનો વીડિયો સાથે કર્યો મોટો ખુલાસો
રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં જે વીડિયો ચલાવવામાં આવ્યો તેમાં તે કહી રહ્યા છે- મેં તો શરૂથી એમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક તરફી સરકાર બનાવી રહી છે. અમે બધી વ્યવસ્થા કરી છે, તમે ચિંતા ના કરો. મુખ્યમંત્રી સૈનીનો આ વીડિયો 6 ઓક્ટોબરનો છે.
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ
- ECએ CCTV ફૂટેજ ડિલેટ કર્યા
- એક વ્યક્તિએ કેટલીક જગ્યાએ મતદાન કર્યું
- ફેક ફોટોવાળા 1,24,777 મતદારો હતા
- ચૂંટણી પંચ ભાજપની મદદ કરી રહ્યું છે.
- હરિયાણામાં 8માંથી એક વોટર નકલી
- બે બૂથ પર એક તસવીરનો 223 વખત ઉપયોગ થયો
- દરેક વોટર લિસ્ટમાં નામ અને ઉંમર અલગ
- ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી નથી કરાવી રહ્યું.
- ફોર્મ 6 અને ફોર્મ 7ના આધાર પર પણ થઇ રહી છે ચોરી








