મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જાતિ આધારિત વસ્તી ગણતરી ના થઇ તે મારી ભૂલ, OBC સમાજને સમજી ના શક્યો- રાહુલ ગાંધી

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસ દ્વારા OBC ભાગીદારી મહાસમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાતિ આધારિત વસ્તી ગણતરી ના થઇ તે મારી ભૂલ, OBC સમાજને સમજી ના શક્યો- રાહુલ ગાંધી

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસ દ્વારા OBC ભાગીદારી મહાસમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમ્મેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત કેટલાક દિગ્ગજ નેતા સામેલ થયા હતા. આ દરમિયાન ખડગે અન રાહુલ ગાંધીએ ભાજપ અને RSS પર પ્રહાર કર્યા હતા.

OBCને ના સમજી શક્યો તે મોટી ભૂલ- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે OBC સમાજની સમસ્યાઓને તે સમય રહેતા સમજી ના શક્યા અને આ તેમની સૌથી મોટી રાજકીય ભૂલમાંથી એક છે. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે, જો મેં OBCની પીડા UPA શાસન દરમિયાન સમજી લીધી હોત તો તે સમયે જાતીય જનગણના કરાવી દીધી હોત.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, તેમને દલિતો, આદિવાસીઓ અને મહિલાઓના મુદ્દાને સમજવામાં સમય લાગ્યો પરંતુ OBCની સ્થિતિને તેમને ઓળખવામાં મોડુ કર્યું. મેં MGNREGA, ખાદ્ય સુરક્ષા કાયદા, વન અધિકાર કાયદા જેવા મુદ્દાને યોગ્ય કરવા પર કામ કર્યું પરંતુ OBCને લઇને હું ચુકી ગયો.

હવે OBCની લડાઇ મારી પ્રાથમિકતા

રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે હવે તે આ મોરચા પર પાછળ નહીં હટે અને જાતીય જનગણનાથી લઇને અનામત વિસ્તાર સુધી, તે OBCના અધિકારોની લડાઇને નિર્ણાયક વળાક સુધી લઇ જશે.

નરેન્દ્ર મોદી કોઇ મોટી સમસ્યા નથી- રાહુલ ગાંધી

વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી કોઇ મોટી સમસ્યા નથી, તે માત્ર પોતાના પ્રચારનો એક શો છે, તેમની પાસે અસલી તાકાત નથી. તે અમારા માથા પર ચઢી ગયા છે, અસલ સમસ્યા RSS છે.' રાહુલ ગાંધીએ OBC સમાજને કહ્યું કે તેમના અસલી વિરોધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) છે.

ખડગેએ PM મોદી પર કર્યા પ્રહાર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અને RSS પર પ્રહાર કર્યા હતા. ખડગેએ કહ્યુ કે, આપણે અધિકાર માટે લડવું એટલા માટે જરૂરી છે કારણ કે માંગવા પર પણ આપણને અધિકાર આપવામાં નહીં આવે. 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, 'OBCનો અવાજ ત્યારે જ સાંભળવામાં આવશે જ્યારે OBCના લોકો ચૂંટીને આવશે. મોદીજી ખુદને OBC બોલે છે, પહેલા તે અપરકાસ્ટમાં હતા પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની કોમ્યુનિટીને OBC લિસ્ટમાં નાખી દીધા. તે બાદ પોતાની ચાલબાજી શરૂ કરી,OBCના લોકો વચ્ચે બોલે છે કે 'ભાઇઓ-બહેનો હું પછાત વર્ગનો છું, મને સતાવવામાં આવ્યો પરંતુ...હવે તમને સતાવી રહ્યાં છે અને હવે આ નહીં ચાલે.'

નરેન્દ્ર મોદી સંસદમાં પણ ખોટું બોલે છે- ખડગે

વડાપ્રધાન પર પ્રહાર કરતા ખડગેએ PM મોદીને 'જૂઠોના સરદાર' ગણાવ્યા છે. જૂઠ બોલવું તેમનું કામ છે, તેમને દેશને જૂઠ કહ્યું કે દર વર્ષે યુવાઓને 2 કરોડ નોકરી આપીશ. વિદેશમાંથી બ્લેકમની પરત લાવીશ, બધાને 15-15 લાખ આપીશ. ખેડૂતોને MSP આપીશ અને બેકવર્ડ ક્લાસની આવક વધારીશ. નરેન્દ્ર મોદી સંસદમાં પણ ખોટું બોલે છે માટે આપણે સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદી દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને જૂઠ બોલતા વડાપ્રધાન દેશ, સમાજનું કોઇ ભલું  કરી શકતા નથી.

આ સમાચાર શેર કરો