મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મારી પાસે 100 ટકા ગેરરીતિના પૂરાવા છે, છટકી નહીં શકો',  રાહુલ ગાંધીનો EC પર મોટો હુમલો

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ચૂંટણી પંચ પર મોટો હુમલો કરતા કહ્યું કે, તેમની પાર્ટી

'મારી પાસે 100 ટકા ગેરરીતિના પૂરાવા છે, છટકી નહીં શકો',  રાહુલ ગાંધીનો EC પર મોટો હુમલો

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ચૂંટણી પંચ પર મોટો હુમલો કરતા કહ્યું કે, તેમની પાર્ટી પાસે કર્ણાટકના એક વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા 'ગેરરીતિને મંજૂરી' આપતા ૧૦૦ ટકા પુરાવા છે. જો કમિશન એવું વિચારતું હોય કે તે એનાથી બચી જશે તો એ તેમની 'ગેરસમજ' છે.

કર્ણાટકમાં છેતરપિંડીના ૧૦૦ ટકા પુરાવા

લોકસભા સ્થગિત થયા પછી સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "અમારી પાસે ચૂંટણી પંચ દ્વારા કર્ણાટકના એક મતવિસ્તારમાં છેતરપિંડીને મંજૂરી આપવાના ૧૦૦ ટકા નક્કર પુરાવા છે. ૯૦ નહીં, પૂરા ૧૦૦ ટકા. પાર્ટીએ ફક્ત એક જ મતવિસ્તારની સમીક્ષા કરી છે. જેમાં હજારો શંકાસ્પદ મતદારો મળ્યા જેમની ઉંમર ૫૦, ૬૦ કે ૬૫ વર્ષની છે, પરંતુ તેઓ નવા મતદાતા તરીકે નોંધાયેલા છે. 

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આવું નાટક એક જ વિસ્તારમાં નહીં પરંતુ બધાય મતવિસ્તારમાં ચાલી રહ્યું છે. કોંગ્રેસે જ્યારે આ પુરાવા સામે લાવવાનો નિર્ણય લીધો છે, તો તે પૂરી તૈયારી સાથે સામે આવશે.  

ચૂંટણી પંચ પર સીધો હુમલો

બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કેમ્પેઇન (SIR) વિશે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચની જેમ કામ કરતું જ નથી. આજે જે નિવેદન આપ્યું છે તે સંપૂર્ણપણે બકવાસ છે. સત્ય એ છે કે ચૂંટણી પંચ તેમનું કામ કરી રહ્યું નથી.

તમે છટકી નહીં શકો

રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો તમને એવું લાગતું હોય કે તમે આનાથી બચી જશો, જો તમારા અધિકારીઓ એવું વિચારતા હોય કે એનાથી બચાવી લેશે. તો તમે ખોટા ગુમાનમાં ના રહેતા. જોકે રાહુલ ગાંધીએ તે મતવિસ્તારનું નામ જાહેર કર્યું નથી જ્યાં કથિત ગેરરીતિઓ બહાર આવી છે. પાર્ટી હવે આ મામલાને સંપૂર્ણ ગંભીરતાથી આગળ વધારશે.

આ સમાચાર શેર કરો