મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી પહોંચ્યા પુતિન, એરપોર્ટ પર PM મોદીએ કર્યું ભવ્ય સ્વાગત

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાં

દિલ્હી પહોંચ્યા પુતિન, એરપોર્ટ પર PM મોદીએ કર્યું ભવ્ય સ્વાગત

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાંજે લગભગ 7 વાગ્યા પછી દિલ્હી પહોંચી ગયા છે. દરમિયાન એરપોર્ટ પર PM મોદીએ તેમનું ભવ્ય સ્વાગતર કર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લગભગ રાત્રે 8 કલાકે તેમના સન્માનમાં પ્રાઇવેટ ડિનરનું પણ આયોજન કરશે.

પુતિનનું વિમાન ભારતમાં લેન્ડ થયું

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે, જેમાં S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદીનો સમાવેશ થાય છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની છેલ્લી મુલાકાત 6 ડિસેમ્બર, 2021 ના ​​રોજ હતી, એટલે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત છે.

રશિયન સંરક્ષણ મંત્રીને માનેકશૉ સેન્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું

પુતિન આવે તે પહેલા રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈને માનેકશૉ સેન્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષે નેશનલ વૉર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રશિયન સંરક્ષણ મંત્રી આંદ્રેઈ આજે માણેકશૉ સેન્ટર ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રીસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.

અગાઉ PM મોદી એરપોર્ટ પર છ નેતાઓનું સ્વાગત કરી ચૂક્યા છે

25 જાન્યુઆરી, 2015 – યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા
7 એપ્રિલ, 2017 –  બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના
13 સપ્ટેમ્બર, 2017 – જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે
24 ફેબ્રુઆરી, 2020 – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
9 જાન્યુઆરી, 2024 – યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન
17 ફેબ્રુઆરી, 2025 – કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ થાની

આ સમાચાર શેર કરો