મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતા કાંડ: આરોપી સંજયના સાયકો એનાલિસિસ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આરજી.કર મેડિકલ કૉલેજમાં મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ બા

કોલકાતા કાંડ: આરોપી સંજયના સાયકો એનાલિસિસ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આરજી.કર મેડિકલ કૉલેજમાં મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કોલકાતા કાંડના આરોપી સંજય રૉયનો સીબીઆઈએ સાયકો એનાલિસિસ ટેસ્ટ કરાવડાવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી સંજય યૌન વિકૃત માનસિકતા વાળો હતો અને તેમાં જાનવર જેવી પ્રવૃતિ છે. 

સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો

સુપ્રીમ કોર્ટે કોલકાતા રેપ કેસમાં સુઓમોટો લેતા 20 ઓગસ્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે CBIને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોલકાતા હોસ્પિટલમાં તોડફોડની ઘટનાને લઇને બંગાળ સરકારને પણ ફટકાર લગાવી હતી.

સંદીપ ઘોષની CBIએ 75 કલાક પૂછપરછ કરી

કોલકાતા આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષની CBIએ 75 કલાક પૂછપરછ કરી હતી. આરજી મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હતી.

સંજયની 10મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી

નવમી ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હૉલમાં ડૉક્ટરનો અર્ધનગ્ન મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ સંજયની 10મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી છે, જેમાં જે બિલ્ડિંગમાં ડૉક્ટરની હત્યા કરવામાં આવી, ત્યાં આરોપી જતો પણ જોવા મળ્યો હતો. આરોપીની હોસ્પિટલના તમામ વિભાગોમાં પહોંચ હતી. ઘટના સ્થળ પરથી તેના બ્લૂટૂથ હેડસેટ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો