"ટાઈગર અભી જિંદા હૈ..,સામે RJDનું "અલવિદા ચાચા"; મતગણતરી પહેલા બિહારમાં પોસ્ટર વોર
બિહાર ચૂંટણીની મત ગણતરી શુક્રવાર, 14 નવેમ્બરના રોજ થવાની છે. મતદાન પછી ઘણા એક્ઝિટ પોલમાં નીતિશ કુમારની સરકાર પા

બિહાર ચૂંટણીની મત ગણતરી શુક્રવાર, 14 નવેમ્બરના રોજ થવાની છે. મતદાન પછી ઘણા એક્ઝિટ પોલમાં નીતિશ કુમારની સરકાર પાછી આવી રહ્યાની આગાહી કરાઈ છે. તો એક પોલમાં તેજસ્વીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. મતગણતરી પરિણામો પહેલા પટનામાં હવે પોસ્ટર વોર શરૂ થયું છે. JDUએ નીતિશ કુમારના સમર્થનમાં પોસ્ટર લગાવ્યું હતું કે, "ટાઈગર અભી જિંદા હૈ..," જેની સામે હવે RJD એ પણ પોસ્ટર શેર કર્યું છે. જેમાં લખ્યું કે, "અલવિદા ચાચા". આ વચ્ચે ભાજપની ઓફિસ પર નરેન્દ્ર નીતિશ ભાઈ ભાઈના પોસ્ટર લાગ્યા છે.
RJD ઓફિસની બહાર લાગેલા પોસ્ટરોમાં નીતિશ કુમારની સાથે સાથે અમિત શાહને પણ ટાર્ગેટ કર્યા છે. તેજસ્વી યાદવની સાથે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ ઉભેલા દેખાય છે. ઉપર મુલાયમ સિંહ યાદવ અને લાલુ યાદવ સાથે ફોટો છે. આ પોસ્ટર સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ યુવા પ્રમુખ ધર્મવીર યાદવે લગાવ્યું છે, જેમાં SIRનો પણ ઉલ્લેખ છે.
પોસ્ટરમાં લખ્યું છે, "જ્યારે જનતા હુંકાર ભણે છે તો મહેલોના પાયા ઉખડી જાય છે. શ્વાસોના બળે તાજ હવામાં ઉડે છે, સિંહાસન છોડી દો- તેજસ્વી સરકાર આવી રહી છે. સાથે નીતિશ કુમાર અને અમિત શાહના કાર્ટૂન પણ દોરવામાં આવ્યા છે.
એક્ઝિટ પોલના પરિણામોથી ઉત્સાહિત જેડીયુએ નીતિશ કુમારને પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું છે. પોસ્ટરમાં લખ્યું છે, "ટાઇગર અભી જિંદા હૈ..." પોસ્ટરમાં નીતિશ કુમારનું આત્મવિશ્વાસપૂર્ણ ચિત્ર છે. નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે.પોસ્ટરોમાં લાલુ યાદવના "જંગલ રાજ"નો પણ ઉલ્લેખ છે.
જોકે, તેજસ્વી યાદવે એક્ઝિટ પોલના ડેટાને નકારી કાઢ્યા છે. સાથે જ દાવો કર્યો છે કે, આ આંકડા પીએમઓના દબાણ હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. મહાગઠબંધનના નેતા તેજસ્વી સરકાર પર દાવો કરી રહ્યા છે.








