મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાગેડુ વિજય માલ્યા સાથે રાઘવ ચઢ્ઢાની તુલના પર વિવાદ, યૂ ટ્યુબ ચેનલ પર પોલીસે કરી કાર્યવાહી

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ભાગેડુ વિજય માલ્યા સાથે ત

ભાગેડુ વિજય માલ્યા સાથે રાઘવ ચઢ્ઢાની તુલના પર વિવાદ, યૂ ટ્યુબ ચેનલ પર પોલીસે કરી કાર્યવાહી

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ભાગેડુ વિજય માલ્યા સાથે તુલના કરવા પર પંજાબ પોલીસે એક યૂ ટ્યુબ ચેનલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. પંજાબ પોલીસે લુધિયાણા જિલ્લાના શિમલાપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. લુધિયાણાના આપના લોકસભાના ઉમેદવાર અશોક પપ્પી પરાશરના પુત્ર વિકાસ પરાશરે ફરિયાદ નોંધાવી છે. જેમાં યૂ ટ્યુબ ચેનલ પર દિલ્હી લીકર પોલિસી કૌભાંડને લઇને ખોટી જાણકારી શેર કરવા અને લોકોને ખોટા સમાચાર આપવાનો આરોપ છે.

કેપિટલ ટીવી નામથી ચાલતી યૂ ટ્યુબ ચેનલ પર પંજાબની લુધિયાણા પોલીસે કેસ નોંધ્યો છે. એક રિપોર્ટ અનુસાર લુધિયાણાના ડીસીપી જસકિરનજીત સિંહ તેજાએ જણાવ્યું કે આ ફરિયાદ વિકાસ પરાશરની ફરિયાદ પર નોંધવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ફરિયાદમાં કહેવામાં આવ્યું કે કેપિટલ ટીવીએ રાઘવ ચઢ્ઢાને લઇને આપત્તિજનક વીડિયો ચલાવ્યો છે જેની તપાસ કરવામાં આવી રહી છે.

AAPના ઉમેદવારોએ પૈસા લીધા

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે જે રીતે ભારતના ભાગેડુ વિજય માલ્યા રૂપિયા લઇને ઇંગ્લેન્ડ ફરાર થઇ ગયો હતો, તે રીતે જ આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ પંજાબના લોકોની ચિંતા છોડીને પોતાની આંખની સારવારના બહાને ઇંગ્લેન્ડ ભાગી ગયા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાના લોકસભાના ઉમેદવાર પાસેથી પૈસા લઇને ટિકિટ વહેંચી છે.

ખાલિસ્તાની સહયોગીઓને મળે છે રાઘવ ચઢ્ઢા

એવી પણ જાણાકરી મળી કે રાઘવ ચઢ્ઢા વિદેશોમાં ખાલિસ્તાની આંદોલનના સહયોગી પ્રીત ગિલને મળે છે અને પૈસા પણ ભેગા કરી રહ્યાં છે. લુધિયાણાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પરાશરના પુત્ર વિકાસ પરાશરે ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો