VIDEO: 'ભારત માતાની જય'ના નારા સાથે કિવમાં PM MODIનું ભવ્ય સ્વાગત, યુક્રેનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન પહોંચી ગયા છે. તે પોલેન્ડથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન પહોંચી ગયા છે. તે પોલેન્ડથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ્યા છે. 1991માં સોવિયત યુનિયનથી સ્વતંત્ર થયા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરવાના છે. પીએમ મોદીના કાફલાના પસાર થવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા PM મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી નાટો દેશ સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી. અગાઉ મોદી અને ઝેલેન્સકી મે 2023માં જાપાનમાં G-7 સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલી વાર મળ્યા હતા.
પોલેન્ડથી 10 કલાકની ટ્રેનની મુસાફરી કરીને યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા છે. અહીં 7 કલાકનું રોકાણ છે. કિવ પહોંચ્યા બાદ પીએમ મોદી હયાત રિજન્સી હોટેલ પર પહોંચીને ત્યાં હાજર ભારતીયોને મળ્યા હતા.
યુક્રેનમાં પીએમ મોદીના સ્વાગત માટે ભારતીય વિદ્યાર્થીઓ પણ તૈયાર છે. એક વિદ્યાર્થીએ કહ્યું, "અમે પીએમ મોદીના અહીં આવવાથી ઉત્સાહિત છીએ. ઓપરેશન ગંગાના સમયથી ભારત સરકાર અહીં ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરી રહી છે. અમે પીએમ મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
જણાવી દઈએ કે, ઓપરેશન ગંગા દ્વારા યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથેની વાતચીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ આપણા બધા માટે ગહન ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શોધી શકાતો નથી.








