મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ, હવે એક જ ટેબલ પર બેસીને લેશે આ નિર્ણયો

લોકસભા સદનમાં કોંગ્રેસે યુપીના રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરી

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ, હવે એક જ ટેબલ પર બેસીને લેશે આ નિર્ણયો

લોકસભા સદનમાં કોંગ્રેસે યુપીના રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે પસંદગીની મહોર મારી છે. ઈન્ડિયા બ્લોકની બેઠકમાં રાહુલ ગાંધી અંગે નિર્ણય લેવાયો હતો. એ પછી કોંગ્રેસ સંસદીય બોર્ડના ચેરમેન સોનિયા ગાંધીએ મંગળવારે પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી છે. બુધવારે રાહુલ ગાંધીએ લોકસભા સદનમાં જવાબદારી સંભાળી લીધી છે. 

રાહુલ ગાંધીને હવે કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી ગયો છે. જેનાથી પ્રોટોકોલ લિસ્ટમાં પણ તેમનું કદ વધી ગયું છે. રાહુલ ગાંધી તેમની અઢી દાયકાની રાજકીય કરિયરમાં પ્રથમ વખત બંધારણિય પદ સંભાળ્યું છે. મંગળવારે તેમણે બંધારણની કોપી હાથમાં લઈને સાંસદ પદના શપથ લીધા હતા.  

જણાવી દઈએ કે, લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશના રાયબરેલી એમ બંને સીટો પર જીત નોંધાવી હતી.જો કે તેમણે વાયનાડ સીટથી રાજીનામું આપી દેતાં તેમની જગ્યાએ બહેન પ્રિયંકા ચૂંટણી લડીને સદનમાં પહોંચશે. રાહુલ ગાંધીએ 2004માં રાજનીતિમાં પ્રવેશ કરતાં ત્રણ વખત અમેઠીથી સાંસદ ચૂંટાયા. 2019માં તેઓ વાયનાડથી સાંસદ બન્યા. આ વખતે રાયબરેલીથી સાંસદ ચૂંટાયા છે. 

ભારતીય બંધારણમાં લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાઓને વૈધાનિક માન્યતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં બંધારણીય પદો પર નિયુક્તિમાં રાહુલ ગાંધીની પણ ભૂમિકા રહેશે. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી લોકપાલ, CBI ડાયરેક્ટર, મુખ્ય ચૂંટણી કમિશનર, ચૂંટણી કમિશનર, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર, NHRC ચીફ  સંબંધિત પસંદગી સમિતિઓના સભ્ય હશે. તેમની નિમણૂકમાં વિપક્ષના નેતાનો પણ રોલ રહેશે. તે આ પેનલના સભ્ય તરીકે શામેલ થશે.

આ તમામ પદો પર નિયુક્તિ માટે રાહલુ વિપક્ષના નેતા તરીકે એ જ ટેબલ પર બેસશે, જ્યાં પ્રધાનમંત્રી અને અન્ય સભ્યો બેસશે. આ બધી નિયુક્તિ સંબંધિત નિર્ણયોમાં પ્રધાનમંત્રીએ વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની પણ સહમતિ લેવી પડશે. તેમની સાથે વિચાર વિમર્શ કરવો પડશે. તેમની સલાહ અને અભિપ્રાય મહત્ત્વપૂર્ણ મનાશે. 

રાહુલ ગાંધી સરકારના આર્થિક નિર્ણયોની સતત સમીક્ષા કરી શકશે અને સરકારના નિર્ણયો અંગે ટિપ્પણી પણ કરી શકશે. તેઓ 'પબ્લિક એકાઉન્ટ્સ' કમિટીના વડા પણ બનશે, જે સરકારના તમામ ખર્ચની તપાસ કરીને સમીક્ષા કરે છે. એના વિશે ટિપ્પણી પણ કરશે. રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે સંસદની મુખ્ય સમિતિઓમાં પણ સામેલ થઈ શકશે અને તેમને સરકારના કામકાજની સતત સમીક્ષા કરવાનો અધિકાર રહેશે.

આ સમાચાર શેર કરો