મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અમારા  વચ્ચે કોઈ કોલ્ડવોર નથી', ફડણવીસ સાથેના સંબંધો અંગે શીંદેએ કર્યા ખુલાસા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેના મતભેદના અહેવાલોને સં

'અમારા  વચ્ચે કોઈ કોલ્ડવોર નથી', ફડણવીસ સાથેના સંબંધો અંગે શીંદેએ કર્યા ખુલાસા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેના મતભેદના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. શિંદેએ કહ્યું કે તેમના અને ફડણવીસ વચ્ચે કોલ્ડવોરના સમાચાર મીડિયાએ ઉપજાવી કાઢેલા છે. તેમાં કોઈ સત્ય નથી. કોઈને પણ તેમના અને ફડણવીસ વચ્ચેના સંબંધો વિશે કોઈ શંકા ન હોવી જોઈએ. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ હું તેમને મુખ્યમંત્રી માનતો હતો, ક્યારેય નાયબ મુખ્યમંત્રી માન્યા નથી. અમે 24/7 કામ કરતા નેતાઓ છીએ. અમારો એજન્ડા આ રાજ્યનો વિકાસ છે.

અમારો એજન્ડા મુંબઈને સુપર ફાસ્ટ બનાવવાનો 

શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે અમારો એજન્ડા મુંબઈને સુપર ફાસ્ટ બનાવવાનો છે. અમે પહેલાથી જ મહારાષ્ટ્રને ઝડપી બનાવી રહ્યા છીએ. મહેરબાની કરીને અમને કામ કરવા થોડો સમય આપો. અમે ટુંક સમયમાં જ મુંબઈને ખાડામુક્ત કરી દેશું. ટ્રાફિક સુગમ થઈ જશે. 2027 સુધીમાં મુંબઈ- મહારાષ્ટ્ર ખાડામુક્ત કરી દેશું. આ કામમાં સમય લાગશે કારણ કે આપણે લાંબા સમય સુધી ટ્રાફિક રોકી શકતા નથી, એનાથી અનેક મુસાફરો પ્રભાવિત થાય છે. મેટ્રો નેટવર્ક પૂર્ણ થવાથી લોકોને નોંધપાત્ર રાહત મળશે. શિંદેએ કહ્યું કે તેઓએ જે વચનો આપ્યા છે તે પૂરા કર્યા છે.

આ કાર્યકરો માટેની ચૂંટણી છે

બીએમસી ચૂંટણીઓ અંગે એકનાથ શિંદેએ કહ્યું કે અમે વિચારધારાથી આગળ વધીને  સતા અને જીત ના મેળવી શકીએ. સ્થાનિક ચૂંટણીના સમીકરણો જોતા કાર્યકર્તાઓ ભલામણ કરે છે. અને તેના આધારે ગઠબંધન થાય છે. આ ચૂંટણીને વિધાનસભા ચૂંટણીઓ સાથે જોડી શકાતી નથી. આ કાર્યકરો માટેની ચૂંટણી છે. અને તે ચૂંટણી મહારાષ્ટ્ર અને લોકસભા માટે છે.કાર્યકરો ઈચ્છે છે કે આપણે પણ લડવું પડે, તેથી અમે કહીએ છીએ કે લડો.

વિચારધારાથી ભટકવું એ વિજય નથી

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, વિચારધારાથી ભટકવું એ વિજય નથી. આ નિવેદન અંબરનાથ અને આકોટમાં કોંગ્રેસ અને AIMIM સાથે ભાજપના જોડાણ અંગે આપ્યું હતું. જોકે આ જોડાણ હવે સમાપ્ત થઈ ગયું છે. તેમણે કહ્યું, "અમારો પક્ષ બાળાસાહેબ ઠાકરેના આદર્શોને અનુસરે છે. અમે અમારી વિચારધારા સાથે કોઈ સમાધાન કરીશું નહીં. અમે અમારો પક્ષ સ્પષ્ટ કરી દીધો છે.

શિંદેને પૂછવામાં આવ્યું કે શું તેઓ અંબરનાથ જોડાણથી નારાજ છે. શિંદેએ સ્પષ્ટપણે જવાબ આપ્યો, "હા, બિલકુલ. મેં પહેલા રાજ્ય ભાજપ વડા રવિન્દ્ર ચવ્હાણ અને પછી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી. મેં તેમને કહ્યું કે આ ઘટના અમારી વિચારધારા વિરુદ્ધ છે, અને તેઓએ આ બાબતને ગંભીરતાથી લીધી છે.

આ સમાચાર શેર કરો