Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nitish Kumar hoardings put up in Patna even before voting

'25 સે 30 ફિર સે નીતિશ', પટણામાં મતદાન પહેલા જ લાગ્યા હોર્ડિંગ

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'25 સે 30 ફિર સે નીતિશ', પટણામાં મતદાન પહેલા જ લાગ્યા હોર્ડિંગ
સોર્સ : GSTV

બિહાર વિધનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર સમાપ્ત થયો છે. 11 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ પહેલા જ બિહારના પટણામાં નીતિશ કુમારના હોર્ડિંગ લાગ્યા છે.

App Store

'25 સે 30, ફિર સે નીતિશ', વોટિંગ પહેલા પટણામાં લાગ્યા હોર્ડિંગ

બિહારમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન 11 નવેમ્બરે યોજાશે. આ પહેલા પટણામાં '25 સે 30, ફિર સે નીતિશ' લખેલુ એક હોર્ડિંગ જોવા મળ્યું છે. વીડિયો પટણાના કોતવાલી વિસ્તારનો છે.

14 નવેમ્બરે જાહેર થશે બિહાર ચૂંટણીનું પરિણામ

11 નવેમ્બરે તમામ 243 વિધાનસભા વિસ્તારમાં બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. પરિણામ નક્કી કરશે કે શું મુખ્યમંત્રી નીતિશ કુમાર JDU-BJP ગઠબંધન ધરાવતું NDA સત્તા જાળવી રાખે છે કે પછી તેજસ્વી યાદવની RJDના નેતૃત્ત્વમાં INDIA Bloc સત્તા પરિવર્તન કરે છે.

11 નવેમ્બરે બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન

11 નવેમ્બરે બિહારમાં બીજા તબક્કાના મતદાનમાં ગયા,નવાદા,જમુઇ, ભાગલપુર અને પૂર્ણિયા સહિત 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન યોજાશે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ પૃષ્ટી કરી કે પ્રતમ મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું છે અને ગત વિધાનસભાની તુલનામાં મતદારોની ભાગીદારી 8% વધી છે.