મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? NDAએ આ બે નેતાઓને સોપી ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે NDAએ

કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? NDAએ આ બે નેતાઓને સોપી ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે NDAએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. સંસદીય કાર્ય મંત્રીએ કહ્યું કે આ નિર્ણય સર્વસમ્મતિથી લેવામાં આવ્યો છે.

NDA નેતાઓની બેઠક મળી

સંસદ પરિસરમાં ભાજપના નેતાઓ અને તેમની સહયોગીઓની એક બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં જેપી નડ્ડા સિવાય કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહ, JDUના લલન સિંહ, શિવસેનાના શ્રીકાંત શિંદે, TDPના લવૂ શ્રીકૃષ્ણ દેવરાયલુ અને LJP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન પણ સામેલ થયા હતા. રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

9 સપ્ટેમ્બરે મતદાન

જગદીપ ધનખડના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપદિ પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. આ પદ માટે ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમનું નોટિફિકેશન જાહેર કર્યું છે.9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાશે અને મતગણતરી પણ આ દિવસે જ યોજાશે. મતદાન 9 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થશે. 

કોની પાસે કેટલી તાકાત?

NDA પાસે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત માટે જરૂરી સંખ્યા કરતા વધારે સમર્થન છે. સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં NDAના કૂલ 457 કરતા વધારે સાંસદ છે જેમાં ભાજપના 240 લોકસભામાં અને 99 રાજ્યસભાના સાંસદોની સાથે તેમના સહયોગી પક્ષના સભ્ય પણ સામેલ છે. ચૂંટણીમાં વોટ માત્ર સાંસદ જ નાખે છે અને કૂલ લગભગ 788 સાંસદ વોટિંગના પાત્ર હોય છે. બહુમત માટે 395 વોટની જરૂર પડે છે જ્યારે NDA તેના કરતા વધારે આગળ છે. જોકે, BJD,YSR કોંગ્રેસ અને BRS જેવા પક્ષ કોઇ જૂથ સાથે જોડાયેલા નથી પરંતુ આ પક્ષ ગત વર્ષોમાં સતત સરકારનો સાથ આપતા આવ્યા છે. એવામાં NDAનો દાવો મજબૂત બને છે.

ધનખડના રાજીનામા બાદ ખાલી પડી જગ્યા

21 જુલાઈના રોજ, સ્વાસ્થ્યના કારણોસર, જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના પછી દેશનું બીજું સૌથી મહત્ત્વપૂર્ણ બંધારણીય પદ ખાલી છે. ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ 2027માં સમાપ્ત થવાનો હતો. બંધારણીય જોગવાઈઓ અનુસાર, મધ્ય-સત્ર ચૂંટણીઓની સ્થિતિમાં, આ પદ સંભાળનાર વ્યક્તિને પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ મળે છે.

આ સમાચાર શેર કરો