નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના મુખ્યમંત્રી, PM મોદી- અમિત શાહ સહિતના નેતા રહ્યાં હાજર
નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. આ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મો

નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. આ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સામેલ થયા હતા.
શપથ ગ્રહણ સમારંભમાં આ નેતા રહ્યાં હાજર
વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણ સહિતના નેતા હાજર રહ્યાં હતા.
આ નેતાઓ રહ્યાં હાજર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નાયબ સિંહ સૈનીના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા
નાયબ સિંહ સૈનીએ બુધવારે રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય સાથે મુલાકાત કરી હતી અને પંચકુલામાં પાર્ટી કાર્યાલયમાં આયોજિત એક બેઠકમાં ભાજપના ધારાસભ્ય દળના નેતાના રૂપમાં સર્વસમ્મતિથી ચૂંટ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
આ નેતાઓ બન્યા મંત્રી
મુખ્યમંત્ર નાયબસિંહ સૈનીની સાથે આ નેતાઓએ શપથ લીધા હતા.અનિલ વિજ,કિશન લાલ પંવાર, રાવ નરબીર સિંહ,મહિપાલ ઢાંડાએ મંત્રી પદના શપથ લીધા હતા.
હરિયાણામાં ભાજપે 48 બેઠક જીતી હતી
હરિયાણામાં પાંચ ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 90 સભ્યોની વિધાનસભામાં 48 બેઠક જીતીને રાજ્યમાં ઐતિહાસિક જીત મેળવી હતી. કોંગ્રેસે 37 બેઠક પર જીત મેળવી હતી. હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવાની સાથે નાયબસિંહ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.








