મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીના વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો, શું ઝેરને કારણે થયું હતું મોત?

મુખ્તાર અંસારીની વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. મુખ્તાર અંસારીનું મોત ઝેરથી ના થયું હોવાની પૃષ્ટી થઇ છે. વિસરા રિપોર્ટને

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીના વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો, શું ઝેરને કારણે થયું હતું મોત?

મુખ્તાર અંસારીની વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. મુખ્તાર અંસારીનું મોત ઝેરથી ના થયું હોવાની પૃષ્ટી થઇ છે. વિસરા રિપોર્ટને જ્યુશિયલ ટીમને સોપવામાં આવ્યો છે. હવે તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ બનાવી ઉચ્ચ અધિકારીઓને સોપવામાં આવશે. મુખ્તાર અંસારીના પરિવારજનોએ જેલમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

28 માર્ચે મુખ્તાર અંસારીનું થયું હતું મોત

મહત્ત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની 28 માર્ચે તબીયત બગડી હતી. તે બાદ તેને બાંદા મેડિકલ કોલેજ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મોતનું કારણ હાર્ટ એટેક ગણવામાં આવ્યું હતું પરંતુ પરિવારજનોએ તેને ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. 29 માર્ચે મુખ્તાર અંસારીના શબને ગાજીપુર તેના ઘરે લઇ જવામાં આવ્યો હતો અને 30 માર્ચે સવારે કાલીબાગ કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં આવી હતી.

મુખ્તાર અંસારી વિરૂદ્ધ 60થી વધુ કેસ નોંધાયેલા હતા

મહત્ત્વપૂર્ણ છે કે મુખ્તાર અંસારી વિરૂદ્ધ 60 કરતા વધુ કેસ નોંધાયેલા હતા જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, છેતરપિંડી, ગુંડા એક્ટ, આર્મ્સ એક્ટ, ગેન્ગસ્ટર એક્ટ, સીએલએ એક્ટથી લઇને NSA સામેલ છે. આ કેસમાંથી 8 કેસમાં સજા થઇ ચુકી હતી.

વિસરા તપાસ કેવી રીતે થાય છે?

કોઇનું મોત થયા બાદ જો પોલીસ શબનું પોસ્ટ મોર્ટમ કરાવ છે તો આ દરમિયાન મૃતકના શરીરથી વિસરલ પાર્ટ એટલે કે આંતરડા, હાર્ટ, કિડની, લીવર વગેરે અંગોનો સેમ્પલ લેવામાં આવે છે અને તેને જ વિસરા કહેવામાં આવે છે.

જો કોઇ વ્યક્તિનું મોત શંકાસ્પદ સ્થિતિમાં થાય છે, તેના મોત પાછળ પોલીસ અથવા પરિવરાને કોઇ પણ રીતનો શક હોય તો આવા કેસમાં મોતનું કારણ શોધવા માટે વિસરા તપાસ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો