મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લગ્ને-લગ્ને કુંવારા વરરાજાએ 25 મહિલાઓ સાથે કર્યા લગ્ન, આ રીતે ફૂટ્યો ભાંડો  

લૂંટેરી દુલ્હન વિષે તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ, યુવક સાથે લગ્ન કરી દરદાગીના અને

લગ્ને-લગ્ને કુંવારા વરરાજાએ 25 મહિલાઓ સાથે કર્યા લગ્ન, આ રીતે ફૂટ્યો ભાંડો  

લૂંટેરી દુલ્હન વિષે તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ, યુવક સાથે લગ્ન કરી દરદાગીના અને પૈસા લઇ ભાગી જતી ઘણી કન્યા આપણે જોઈએ. પરંતુ આજે આપણે આવા જ એક યુવકની વાત કરવા જઈ રહ્યા છીએ જે લગ્ને લગ્ને કુંવારો છે, અને એક-બે નહિ પરંતુ  25થી વધુ મહિલાઓ સાથે લગ્ન કરી ચુક્યો છે. અને તેમને છેતરી તેમની માલ-મત્તા લઇ છુ થઇ ગયો છે. 

મહારાષ્ટ્રના પાલઘરમાં નાલાસોપારા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે માત્ર એક-બે નહીં પરંતુ 25થી વધુ લગ્ન કર્યા છે. પરંતુ આ લગ્ન થોડા દિવસો જ ચાલતા હતા. લગ્ન બાદ આરોપી વર તેની કન્યાનો તમામ કિંમતી સામાન, ઘરેણાં અને રોકડ લઈને ભાગી જતો હતો. આ દરમિયાન તે 6 વખત જેલ પણ ગયો છે.દર વખતે તે નવી જગ્યાએ નવા નામ સાથે પોતાની જાળ ફેલાવતો.

આ વ્યક્તિનું સાચું નામ ફિરોઝ શેખ છે. પરંતુ તેણે અનવર, રહેમાન, રહીમ, સુરેશ કે રમેશ અને બીજા ઘણા નામો પણ રાખ્યા છે. ફિરોઝે હવે 25થી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે. તેનો હેતુ એક જ હતો. સ્ત્રીઓ સાથે લગ્ન કરો, તેમને લૂંટો અને પછી ભાગી જાઓ. ફિરોઝે જે યુવતીઓ કે મહિલાઓને પોતાનો શિકાર બનાવ્યો તે મોટાભાગે વિધવા અથવા છૂટાછેડા લીધેલી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ફિરોઝે મેટ્રિમોનિયલ વેબસાઇટ Shaadi.com પર અનેક પ્રોફાઇલ બનાવી છે. તેના દ્વારા તે વિધવા, છૂટાછેડા લીધેલી અથવા મોટી ઉંમરની મહિલાઓને વિનંતીઓ મોકલતો. તેમની સાથે મિત્રતા કરતો હતો. તને પ્રેમની જાળમાં ફસાવતો અને પછી તેની સાથે લગ્ન પણ કરતો. થોડા દિવસ કન્યા સાથે રહ્યા પછી રાતોરાત તે દુલ્હનના કિંમતી સામાન, ઘરેણાં અને રોકડ લઈને ભાગી જતો હતો.

મહિલાએ નાલાસોપારામાં કેસ દાખલ કર્યો

ઘણી મહિલાઓએ શરમના કારણે તેની સામે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ ફિરોઝની છેતરપિંડીનો ભોગ બનેલી એક મહિલાએ નાલાસોપારામાં કેસ દાખલ કર્યો હતો. તેણે આ મહિલા સાથે પણ આવું જ કર્યું હતું. તેની ફરિયાદ બાદ પોલીસે આરોપીને શોધવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે નકલી યુવતીના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવ્યું હતું. ફિરોઝનો સંપર્ક કર્યો. લગ્નની વાત હતી અને આરોપી જલ્દી જ આ જાળમાં ફસાઈ ગયો. એ વાતથી અજાણ કે આ વખતે જેલના સળિયા તેની રાહ જોઈ રહ્યા છે. પોલીસે ફરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

આરોપીઓ પાસેથી કબજે કરેલ સામાન

લગ્નના નામે છોકરીઓની છેતરપિંડી કરનાર આ વ્યક્તિ પાસેથી પોલીસે લગભગ 3 લાખ રૂપિયાની રોકડ, છોકરીઓના એટીએમ, પાસબુક અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ લગ્નના નામે અનેક યુવતીઓને પોતાનો શિકાર બનાવી ચુક્યો છે. પાલઘર પોલીસે તમામ મહિલાઓને અપીલ કરી છે કે જો તમને shaadi.com જેવી સાઈટ પર આવો કોઈ વ્યક્તિ મળે, તો પહેલા તેને અને તેના પરિવારની તપાસ કરો. જો સહેજ પણ શંકા હોય તો પોલીસને જાણ કરો.

આ સમાચાર શેર કરો