મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મનમોહન સિંહે 28 વર્ષ પહેલાં ખરીદી હતી મોંઘી કાર, ગાડી ખરીદવા આ વ્યક્તિએ કરી હતી મદદ

ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. પૂર્વ PMની ​​ગુરુવાર, 26 ડિસેમ્બર 2024

મનમોહન સિંહે 28 વર્ષ પહેલાં ખરીદી હતી મોંઘી કાર, ગાડી ખરીદવા આ વ્યક્તિએ કરી હતી મદદ

ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. પૂર્વ PMની ​​ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે બગડતી તબિયતને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને 9.51 વાગ્યે મૃત જાહેર કર્યા હતા. પૂર્વ પીએમના નિધન પર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? જાણો શું છે સરકારી પ્રોટોકોલ

મનમોહન સિંહ પાસે આ કાર હતી

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ મોટાભાગે સાદગીમાં જોવા મળતા હતા. પરંતુ, શું તમે જાણો છો કે, તેને કારમાં મુસાફરી કરવાનો પણ શોખ હતો. પૂર્વ PMએ વર્ષ 1996માં એવા સમયે પણ કાર ખરીદી હતી જ્યારે કાર ખરીદવા માટે તેમના ખિસ્સામાં રોકડ નહોતી. ત્યાર બાદ તે કોઈ ખાસ વ્યક્તિ પાસેથી રોકડ લઈને મારુતિ 800 પોતાના ઘરે લઈ આવ્યાં હતા. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પૂર્વ પીએમ મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌર હતા.

મનમોહન સિંહની કારની કિંમત કેટલી હતી?

પૂર્વ પીએમ મનમોહન સિંહે જ્યારે 2013માં આસામની રાજ્યસભા સીટ પરથી ઉમેદવારી માટે એફિડેવિટ ફાઈલ કર્યું ત્યારે તેમણે તેમાં પોતાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો. આ સોગંદનામામાં જાણવા મળ્યું છે કે, મનમોહન સિંહના કાર કલેક્શનમાં મારુતિ 800નું 1996 મોડલ સામેલ છે. તે દરમિયાન પૂર્વ પીએમે આ કાર લગભગ 21 હજાર રૂપિયામાં ખરીદી હતી. જેમાંથી 20 હજાર રૂપિયા તેમની પત્ની ગુરશરણ કૌરે આપ્યા હતા.

આ સમાચાર શેર કરો