મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? જાણો શું છે સરકારી પ્રોટોકોલ
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું છે. તેઓ 2004-14 સુધી ભારતન

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું છે. તેઓ 2004-14 સુધી ભારતન વડાપ્રાધન હતાં. કેન્દ્ર સરકારે પૂર્વ પૂર્વે મનમોહન સિંહના નિધનને લઈને સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. શુક્રવારના તમામ સરકારી કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળશે. જેમાં વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીના મોતિલાલ નહેરુ રોડ પર આવેલા તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. ત્યારે જાણીએ કે ભૂતપૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કારમાં કેવા પ્રોટોકોલ હોય છે.
જાણો શું છે પૂર્વ PMના અંતિમ સંસ્કારો માટે પ્રોટોકોલ
દેશના પૂર્વ વડાપ્રધાનની અંતિમ સંસ્કાર વિધિઓમાં પ્રોટોકોલનું પાલન થાય છે. તેમના રાષ્ટ્રને પ્રતિ યોગદાન અને પદની ગરિમાનું સન્માન કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ વડાપ્રધાનના પાર્થિવ દેહને તિરંગો ઓઢાડવામાં આવે છે. અંતિમ સંસ્કાર માટે તેઓને 21 તોપોની સલામી આપવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાનની અંતિમ યાત્રાના સમયેની સુરક્ષા અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવે છે. અંતિમ યાત્રામાં લશ્કરી બૅન્ડ અને સશસ્ત્ર બળો પણ તેમાં સામેલ થાય છે. આ દરમિયાન તેઓ પરંપરાગત પરેડ કરે છે.
જાણો કયાં થઈ શકે છે અંતિમ સંસ્કાર
દેશના પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર દિલ્હીમાં ખાસ સ્થળ પર થાય છે. ઉદાહરણ તરીકે, જવાહર લાલ નહેરું, ઇંદિરા ગાંધી તથા રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ પર યા હતાં. જો કે અંતિમ સંસ્કાર મૃતકના પરિવારજનો અને તેમના ધાર્મિક વિધિવિધાન પ્રમાણે થતાં હોયછે. પૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે દિલ્હીમાં થાય છે. ઘણી વાર તેમના રાજ્યમાં પણ અંતિમ સંસ્કાર થતા હોય છે.
શનિવારે થઈ શકે છે અંતિમ સંસ્કાર
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું, "તેઓના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ હજુ નક્કી નથી. તેમની દીકરી બહાર છે. જે આવી રહી છે. તેણી બપોરે કે સાંજ સુધીમાં આવી જશે. ત્યારબાદ નક્કી થશે. અંતિમ સંસ્કાર કાલે લગભગ 9-10 વાગ્યા પછી થશે. સામાન્ય લોકોના દર્શન માટે પણ તેમનો પાર્થિવ દેહ મૂકવામાં આવશે.








