મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મનમોહન સિંહના અવસાન પર અમેરિકાએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું-US હંમેશા યાદ રાખશે, પાકિસ્તાને આપી પહેલી પ્રતિક્રિયા

ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અવસાનથી સમગ્ર વિશ્વ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. ત્યારે અમેરિક

મનમોહન સિંહના અવસાન પર અમેરિકાએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું-US હંમેશા યાદ રાખશે, પાકિસ્તાને આપી પહેલી પ્રતિક્રિયા

ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અવસાનથી સમગ્ર વિશ્વ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. ત્યારે અમેરિકા અને પાકિસ્તાન દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. અમેરિકાએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે, મહમોહનસિંહ અમેરિકા અને ભાજપના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ ગયાં હતાં. જ્યારે પાકિસ્તાનની ઝેલમ નદીના કિનારાના ગામે મનમોહન સિંહનો જન્મ થયો હતો. જેથી પાકિસ્તાન ઝેલમના દીકરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

આ પણ વાંચોઃ 'જ્યારે મનમોહન બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે...', અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ પૂર્વ PMના ફેન બન્યા 

અમેરિકાએ આપ્યું નિવેદન

અમેરિકી વહીવટકર્તાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, સ્થાનિક સ્તરે ડૉ. સિંહને તેમના આર્થિક સુધારાઓ માટે યાદ કરવામાં આવશે, ભારતની આર્થિક રીતે આગળ વધવાની ગતિમાં તેમનો મહત્વનો ફાળો છે. અમે ડૉ. સિંહના નિધન પર શોક વ્યક્ત કરીએ છે અને અમેરિકા અને ભારતને એક સાથે તેમના સમર્પણને હંમેશા યાદ રાખીશું.

અમેરિકા સાથે પરમાણું કરાર

વર્ષ 2008 માં અમેરિકા સાથે અસૈન્ય કરારમાં મનમોહન સિંહનું ખૂબ મોટું યોગદાન હતું. આ બતાવે છે કે અમેરિકા સાથે ભારતના ઓવરઓલ સંબંધોમાં બદલાવ આવ્યો છે. વિશેષ રૂપે ભારત-અમેરિકા વચ્ચેના અણુ ઊર્જા ક્ષેત્રે ઉચ્ચ તકનીકી અને સંરક્ષણના ઉપયોગ માટે વ્યૂહરચના એકબીજા સાથે મજબૂત બનાવવાનો રસ્તો ખોલી શકે છે. સૌથી પહેલા વર્ષ 2005 જુલાઈમાં સત્તાધીશોની રાષ્ટ્રપતિની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સાથે મનમોહન વાતચીત બાદ ભારત અને અમેરિકાની જાહેરાત કરી હતી. અમેરિકી કોંગ્રેસની સંયુક્ત સત્રના 19 જુલાઈએ સંબોધિત કરી હતી. મનમોહન સિંહ દ્વારા અસૈન્ય ઊર્જા ક્ષેત્રે ભારત-અમેરિકાને સહયોગની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. 

પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા

ઈમરાન ખઆનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું કે, મનમોહન સિંહના નિધનથી અમે શોક વ્યક્ત કરીએ છીએ. ફવાદ ચૌધરીએ એક્સ  પર લખ્યું, 'ડૉ. મનમોહન સિંહના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. ભારત આજે જે સ્થિરતાનો આનંદ લઈ રહ્યું છે. તે તેમની દુરંદેશિતાનું પરિણામ છે. ચૌધરીએ આગળ લખ્યું કે, તેમનો જન્મ જેલમના કેહ ગામમાં થયો હતો. જે હવે પંજાબ(પાકિસ્તાન)ના ચકવાલમાં આવેલું છે. ઝેલમના સપૂત ડો. સિંહ આ ક્ષેત્રના લોકો માટે એક પ્રેરણા સમાન છે.'

આ સમાચાર શેર કરો